Ind VS Pak: ઘોડા પર બેસીને મેચ જોવા પહોંચ્યો પાક.નો ફૅન

Published: Jun 16, 2019, 18:20 IST

કેટલાક પાકિસ્તાની ચાહકો પણ ચર્ચાનો વિષય બન્યા છે. હકીકતે કેટલાક ચાહકો પોતાના વિચિત્ર વર્તનને કારણે ચર્ચામાં છવાયેલા છે.

fan came to watch the match on horse
fan came to watch the match on horse

ભારત-પાકિસ્તાન મેચને લઇને સોશિયલ મીડિયા પર પણ ક્રિકેટ ફેન્સ માણી રહ્યા છે આનંદ.

ઇન્ગ્લેન્ડના માન્ચેસ્ટરમાં થતી ભારત પાકિસ્તાન મેચ ખૂબ જ ચર્ચામાં છે. ક્રિકેટ ચાહકોમાં મેચ જોવાની સાથે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. તાજેતરમાં જ ટ્વિટર પર આ બાબતે મેચને લઇને ઘણાં ટ્વીટ કરી રહ્યા છે અને ઇન્ડિયન ટ્રેન્ડ્સમાં 10માંથી 7 ટ્રેન્ડ ભારત - પાક. મેચ સાથે જોડાયેલા છે.

દરમિયાન કેટલાક પાકિસ્તાની ચાહકો પણ ચર્ચાનો વિષય બન્યા છે. હકીકતે કેટલાક ચાહકો પોતાના વિચિત્ર વર્તનને કારણે ચર્ચામાં છવાયેલા છે.

એક પાકિસ્તાની ચાહક ઇંગ્લેન્ડમાં ઘોડા પર બેસીને મેચ જોવા પહોંચ્યો, જેનો વીડિયો અને તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે આ ચાહક ઘોડા પર બેસીને મેચ જોવા જઇ રહ્યો છે તેના હાથમાં પાકિસ્તાનનો ઝંડો છે.

આ પણ વાંચો : India vs Pakistan: મેચની સાથે આ મીમ્સ જુઓ, મજા આવી જશે

તો કેટલાક ચાહકો બસમાં બેસીને મેચ જોવા પહોંચ્યા છે. તો કેટલાક ભારતીય ચાહકોની તસવીરો પણ સામે આવી રહી છે, જે ઢોલ વગાડતા મેચ જોવા પહોંચ્યા છે. એવામાં કેટલાય પાકિસ્તાની ચાહકોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK