World Cup: મેચ ભારત જીત્યું અને આ ગુજરાતી બાએ જીતી લીધા દિલ

લંડન | Jul 03, 2019, 10:39 IST

ભારત અને બાંગ્લાદેશની મેચમાં એક ક્રિકેટ ફૅન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા. ભારત અને બાંગ્લાદેશની મેચ દરમિયાન એક ગુજરાતી બા મેચ જોવા માટે મેદાન પર પહોંચ્યા હતા.

World Cup: મેચ ભારત જીત્યું અને આ ગુજરાતી બાએ જીતી લીધા દિલ

વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પાકુ કરી લીધું છે. બાંગ્લાદેશને હરાવીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ચૂકી છે. બાંગ્લાદેશ સામેની મેચ ટીમ ઈન્ડિયા માટે ખાસ રહી છે. રોહિત શર્માએ વધુ એક સદી ફટકારીને રેકોર્ડ્સ બનાવ્યા છે. તો શિખર ધવનના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં આવેલા કે. એલ. રાહુલ પણ ફોર્મમાં આવી ચૂક્યા છે. હાર્દિક પંડ્યાએ બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું છે. જો કે ટીમ ઈન્ડિયા માટે મિડલ ઓર્ડરની નિષ્ફળતા હજીય ચિંતાનો પ્રશ્ન છે.

ભારત અને બાંગ્લાદેશની મેચમાં એક ક્રિકેટ ફૅન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા. ભારત અને બાંગ્લાદેશની મેચ દરમિયાન એક ગુજરાતી બા મેચ જોવા માટે મેદાન પર પહોંચ્યા હતા. મહત્વની વાત એ છે કે આ ગુજરાતી બા 87 વર્ષના છે, અને તેઓ વ્હીલચેરમાં મેચ જોવા પહોંચ્યા હતા. ગુજરાતી બા ચારુલતા બહેનના આ શોખને આખી દુનિયાના લોકો કરી રહ્યા છે. ચારુલતાબેન પટેલ મેચ જોવા પહોંચ્યા એટલું જ નહીં તેમણે ટીમ ઈન્ડિયાને જબરજસ્ત સપોર્ટ પણ કર્યો. ચહેરા પર તિરંગો દોરાવીને, પીપુડા વગાડીને ચારુલતા બહેન ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધારતા દેખાયા હતા.

charulata patel

ટીમ ઈન્ડિયાની બેટિંગ દરમિયાન તેમના વુવુઝેલા વગાડતા વિઝ્યુઅલ્સ પણ ટીવી પર દેખાયા હતા. આ વિઝ્યુઅલ્સ જોઈને કમેન્ટેટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હર્ષા ભોગલેએ કહ્યું કે આ ખૂબ સુંદર દ્રશ્યો છે. આવા જ ફેન્સના કારણે ક્રિકેટ વધુ રસપ્રદ અને રોમાંચક બની રહ્યો છે.

ચારુલતા બહેનના આ જુસ્સાને બિરદાવવા માટે મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા તેમને મળવા પણ પહોંચ્યા હતા. વિરાટ કોહલીએ ચારુલતાબહેન સાથે વાતો પણ કરી હતી. ચારુલતાબહેને જારે પૂછવામાં આવ્યું કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતશે ? તો તેમણે હામાં જવાબ આપ્યો.

ચારુલતા બહેને કહ્યું કે ભારત તેમની ટીમ છે એટલે જ તે તેને સપોર્ટ કરે છે અને કરતા રહેશે. તેમણે કહ્યું કે હું જ્યારથી આફ્રિકામાં હતી ત્યારથી લાંબા સમયથી ક્રિકેટ જોઉં છું. જ્યારે કામ કરતી હતી, ત્યારે ટીવી પર જોતી હતી, હાલ તો નિવૃત્ત છું એટલે મેદાનમાં જોવા આવી છું.

આ પણ વાંચોઃ મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK