ધોનીએ મને દબાણ વગર ખૂલીને રમવાની પૂરી તક આપી છે : કોહલી

મૅન્ચેસ્ટર | Jul 09, 2019, 12:01 IST

હાલમાં ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળી રહેલા વિરાટ કોહલીએ પણ ધોનીને ટીમનો મહત્વનો પ્લેયર ગણાવતા તેના ગુણગાન ગાયા હતા.

ધોનીએ મને દબાણ વગર ખૂલીને રમવાની પૂરી તક આપી છે : કોહલી
ધોની

તાજેતરમાં જ ઇન્ડિયન ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ પોતા‌નો ૩૮મો જન્મદિવસ ઊજવ્યો હતો અને ક્રિકેટજગતે તેના પર શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો. હાલમાં ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળી રહેલા વિરાટ કોહલીએ પણ ધોનીને ટીમનો મહત્વનો પ્લેયર ગણાવતા તેના ગુણગાન ગાયા હતા. ધોનીના સંદર્ભમાં કોહલીએ કહ્યું કે ‘હું ચોક્કસપણે કહી શકું છું કે ટીમના દરેક પ્લેયર પાસે ધોની માટે કંઈક ખાસ કહેવાનું હશે, કારણ કે અમારામાંના મોટા ભાગના લોકોએ તેની કૅપ્ટન્સીમાં જ પોતાનું કરિયર સ્ટાર્ટ કર્યું છે. મારી વાત કરું તો ધોનીએ ક્યારેય મને દબાણ આપીને રમવાનું નથી કહ્યું. તે ટીમના દરેક પ્લેયરને જાતે નિર્ણય લેવાનું કહી પોતાની રીતે ગેમ રમવાની છૂટ આપે છે.’

આ પણ વાંચો : બુમરાહ સેમી ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ માટે મોટો ખતરો : વેટોરી

માત્ર વર્લ્ડ કપમાં જ નહીં અનેક મૅચમાં કૅપ્ટન બન્યા બાદ વિરાટ કોહલી ધોનીની સલાહ લેતો જોવા મળ્યો છે. ધોની માટે વધુમાં ઉમેરતા કોહલીએ કહ્યું કે, ‘જ્યારે મારે સલાહની જરૂરત હોય છે ત્યારે હું વગર કોઈ સંકોચે ધોની પાસે પહોંચી જાઉં છું અને તે પણ વગર કોઈ સંકોચે મને સલાહ આપે છે. હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે કેટલાય વર્ષોથી હું તેના નેતૃત્વમાં રમી શક્યો છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK