૨૦૦૩ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની તેન્ડુલકરની ૯૮ રનની ઇનિંગ્સ સૌથી બેસ્ટ હતી : ઇન્ઝમામ

Published: 23rd November, 2020 12:57 IST | IANS | New Delhi

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર ઇન્ઝમાન-ઉલ-હકને લાગે છે કે વર્લ્ડ કપ ૨૦૦૩માં સચિન તેન્ડુલકર પાકિસ્તાન સામે રમ્યો હતો એ ૯૮ રનની ઇનિંગ્સ તેની સૌથી બેસ્ટ ઇનિંગ્સ હતી. ૨

ઇન્ઝમાન-ઉલ-હક
ઇન્ઝમાન-ઉલ-હક

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર ઇન્ઝમાન-ઉલ-હકને લાગે છે કે વર્લ્ડ કપ ૨૦૦૩માં સચિન તેન્ડુલકર પાકિસ્તાન સામે રમ્યો હતો એ ૯૮ રનની ઇનિંગ્સ તેની સૌથી બેસ્ટ ઇનિંગ્સ હતી. ૨૦૦૩ના વર્લ્ડ કપના ગ્રુપ-સ્ટેજમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી મૅચમાં ભારતે જીત હાંસલ કરી હતી જેમાં સચિને ૯૮ રનનું યોગદાન આપ્યું હતું.
એ ઇનિંગ્સ વિશે વાત કરતાં ઇન્ઝમામે કહ્યું કે ‘મેં સચિનને રમતાં ઘણી વાર જોયો છે પણ એ મૅચમાં તે જે પ્રમાણે રમ્યો હતો એ પ્રમાણે રમતાં મેં તેને પહેલાં ક્યારેય નહોતો જોયો. એ સમયની પરિસ્થિતિમાં તે અમારા ફાસ્ટ બોલર્સ સામે જે પ્રમાણે રમ્યો હતો એ અદ્ભુત હતું. મારા ખ્યાલથી શોએબ અખ્તરે તેને આઉટ કર્યો ત્યારે તેણે કદાચ ૯૮ રન બનાવ્યા હતા. હું માનું છું કે એ સચિનની બેસ્ટ ઇનિંગ્સ હતી. જે પ્રેશર મૅચમાં હતું એ બધું તેણે હટાવી દીધું હતું. સારી ગુણવત્તાવાળા ફાસ્ટ બોલર્સ સામે તે ઉચ્ચ કક્ષાની ઇનિંગ્સ રમ્યો હતો. જે પ્રમાણે તેણે બાઉન્ડરીઓ ફટકારી હતી એ જોતાં બૅટ્સમેનો પરનું પ્રેશર ધીમે-ધીમે અમારા પર આવી ગયું હતું. જો કોઈ તેન્ડુલકરને એ ઇનિંગ્સ વિશે પૂછે તો તે પણ એ જ કહેશે કે તેને પોતાને એ ઇનિંગ્સ ગમે છે. અમારા બોલિંગ-ડિપાર્ટમેન્ટમાં વસીમ અકરમ, વકાર યુનુસ અને શોએબ અખ્તર જેવા પ્લેયર્સ હતા એટલે અમને એમ જ હતું કે અમે જે સ્કોર બનાવ્યો છે એ પૂરતો છે. મારી આખી કરીઅરમાં વર્લ્ડ કપ ૨૦૦૩ની ભારત સામેની એ મૅચ સૌથી નિરાશાજનક મૅચ હતી, કારણ કે એક સારી બોલિંગ લાઇનઅપ હોવા છતાં અમે ૨૭૪ રન ડિફેન્ડ નહોતા કરી શક્યા.’

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK