શ્રેયસ અય્યરે ઘરે પોતાની બહેનને બતાવ્યું 'જાદુ', BCCIએ શૅર કર્યો વીડિયો

Published: Mar 21, 2020, 17:14 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

ભારતીય ટીમમાં એક એવો ખેલાડી પણ છે જે પોતાના જાદૂથી પોતાના ઘરના સભ્યોને એન્ટરટેઇન કરી રહ્યો છે.

શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યર

સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસને કારણે ઘરોમાં કેદ છે. એવામાં ભારતીય ખેલાડી પણ પોત-પોતાના ઘરમાં પોતાના પરિવારના સભ્યો સાથે સમય પસાર કરી રહ્યા છે, પણ ભારતીય ટીમમાં એક એવો ખેલાડી પણ છે જે પોતાના જાદૂથી પોતાના ઘરના સભ્યોને એન્ટરટેઇન કરી રહ્યો છે. આ ખેલાડી કોઇ અન્ય નહીં પણ ભારતીય ટીમનો મિડલ ઑર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર છે, જે પોતાની બહેન અને પરિવારના સભ્યોને જાદૂ બતાવી રહ્યો છે.

હકીકતે, શ્રેયસ અય્યરને તમામ કાર્ડ મેજિક ટ્રિક્સ આવડે છે, જેનાથી તે ભારતીય ટીમના સભ્યોને પણ એન્ટરટેઇન કરતો હોય છે. તો, જ્યારે ક્રિકેટ બંધ થવાની કારણે તેને ઘરે જ સમય પસાર કરવો પજે છે તો તેણે પોતાની બહેન સાથે કાર્ડ મેજિક ટ્રિક શરૂ કરી અને તેને એન્ટરટેઇન પણ કરી રહ્યો છે. તાજેતરમાં જ તેણે એક વીડિયો બનાવ્યો હતો, જેને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ એટલે કે બીસીસીઆઇએ પોતાના ઑફિશિયલ હેન્ડલ પર શૅર કર્યો છે.

બીસીસીઆઇએ આ વીડિયો શૅર કરતાં કૅપ્શન આપ્યું છે કે, "વિશ્વાસ કરો જ્યારે આપણે બધાં ઇન્ડોર છીએ તો એવી સ્થિતિમાં આપણી પાસે જાદૂગર શ્રેયસ અય્યર છે જે આપણને બધાંને એન્ટરટેઇન કરી રહ્યા છે. બધાંના ચહેરા પર સ્મિત લાવવા માટે ધન્યવાદ ચેમ્પિયન." તમે પણ જુઓ દિલ્હી કેપિટલ્સ ટીમના કૅપ્ટન શ્રેયસ અય્યરનો આ જાદૂગરી વીડિયો.

ઉલ્લેખનીય છે કે શ્રેયસ અય્યર સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતની વનડે ટીમનો ભાગ હતો, પણ તે સીરીઝ કોરોવા વાયરસને કારણે રદ થઈ ગઈ. જેના પછી તેને આઇપીએલ 2020માં દિલ્હી કેપિટલ્સની કૅપ્ટનશિપ કરવાની હતી, પણ આઇપીએલ પણ 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી ગઇ છે. એવામાં કોઇપણ ક્રિકેટર પાસે કોઇ કામ નથી અને તે ઘરે જ પોતાનો સમય પસાર કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK