તમે ધોનીના સમર્થક છો, તો તમને અહીંયા મફતમાં જમવાનું મળશે

Published: 13th June, 2019 23:35 IST | મુંબઈ

આ સમાચાર એ લોકો માટે છે કે જે કેપ્ટન કુલ તરીકે ઓળખાતા મહેન્દ્ર સિંહ ધોનીના મોટા ચાહક હોય. જો તમે ધોનીના જબરજસ્ત ફેન હોવ તો આ સમાચાર તમારા માટે છે. મળી રહેલી માહિતી અનુસાર ભારતમાં ધોનીના નામ પર એક રેસ્ટોરન્ટ ખોલવામાં આવ્યું છે.

એમ.એસ. ધોની હોટલ
એમ.એસ. ધોની હોટલ

મુંબઇ : આ સમાચાર એ લોકો માટે છે કે જે કેપ્ટન કુલ તરીકે ઓળખાતા મહેન્દ્ર સિંહ ધોનીના મોટા ચાહક હોય. જો તમે ધોનીના જબરજસ્ત ફેન હોવ તો આ સમાચાર તમારા માટે છે. મળી રહેલી માહિતી અનુસાર ભારતમાં ધોનીના નામ પર એક રેસ્ટોરન્ટ ખોલવામાં આવ્યું છે અને ત્યા ધોનીના ચાહકોને ફ્રિમાં જવાડવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે આ રેસ્ટોરન્ટના માલિક પણ ધોનીના મોટા ચાહક છે.

ધોનીના સમર્થકોને ફ્રિમાં ખાવાનું આપવામાં આવી રહ્યું છે

ભારતમાં ધોનીના નામ પર એક રેસ્ટોરન્ટ પશ્ચિમ બંગાળ ખાતે આવેલું છે અને તે ધોનીના સમર્થકોને ફ્રિ માં ખાવાનું પણ ખવડાવી રહ્યું છે. પશ્ચિમ બંગાળના અલિપુરદ્વાર જિલ્લામાં એક ધોનીના ફેન છે તેઓ જે ધોનીના સર્મથકો હોય તેને પોતાના રેસ્ટોરન્ટમાં મફત ખાવાનું ખવડાવી રહ્યાં છે.

આ પણ જુઓ : સ્વિંગ કિંગ ભુવનેશ્વર પત્નીના પ્રેમથી થયો ક્લીન બોલ્ડ, જુઓ ફોટોઝ

રેસ્ટોરન્ટમાં ચારેય બાજુ માત્ર ધોનીના જ ફોટો છે
રેસ્ટોરન્ટના માલિક શંભુભાઈ છે અને તેમને ત્યાં ચારેબાજુ ધોનીના જ ફોટો છે. તેઓ બાળપણથી ધોનીના ફેન છે અને તેમને ધોની જે રીતે ક્રિકેટ રમે છે તે પસંદ છે. તેમના આ રેસ્ટોરન્ટમાં મોટેભાગે બંગાળી ખાવાનું મળે છે. તેમની ઈચ્છા છે કે એક દિવસ તેઓ જરુરથી ધોનીને મળશે. લોકો અહીં જમવા માટે આવે છે અને જે લોકો પોતાના ધોનીના ફેન ગણાવે છે તેમને જમવાને લઈને એક રુપિયો પણ ચૂકવવાનો થતો નથી.


છેલ્લા 2 વર્ષથી ધોનીના ચાહકોને ફ્રિમાં જમાડવામાં આવે છે
ખાસિયતની વાત કરીએ તો આ રેસ્ટોરન્ટમાંથી કોઈ પણ જે ધોનીના સર્મથક કે ફેન હોય તે ભરપેટ જમીને જઈ શકે છે અને શંભુલાલ તેમની પાસે એક રુપિયાની પણ માગણી કરતા નથી. આ ઘટનાક્રમ છેલ્લાં બે વર્ષ ચાલી રહ્યો છે. બંગાળના આ જિલ્લામાં જઈને તમે કોઈપણ વ્યક્તિને ધોનીનું નામ પૂછો તો તમને એ વ્યક્તિ આ રેસ્ટોરન્ટ સુધી પહોંચાડી આપશે કારણ કે આ રેસ્ટોરન્ટનું નામ પણ ધોની છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK