જાડેજાનો કટકમાં ટ્રિપલ ધડાકો

Published: 6th November, 2011 01:18 IST

કટક: ટીમ ઇન્ડિયાની વન-ડે અને વ્૨૦ ટીમમાં સ્થાન જમાવી ચૂકેલા રવીન્દ્ર જાડેજા (૩૧૪ રન, ૩૭૫ બૉલ, ૯ સિક્સર, ૨૯ ફોર)એ ગઈ કાલે રણજી ટ્રોફીમાં પહેલી વાર ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી અને સૌરાષ્ટ્રને પહેલા જ દાવમાં વિનિંગ પોઝિશનમાં લાવી દીધું હતું.

 

ઓડિસા સામેની ચાર દિવસની આ મૅચમાં ગઈ કાલે બીજા દિવસે પણ તેણે મેદાનની ચારે બાજુ શૉટ ફટકાર્યા હતા અને દરેક બોલરની ઍનેલિસિસ બગાડી નાખી હતી. તે ૧૦ કલાક સુધી ક્રીઝ પર હતો.


અણનમ ૨૩૨ રન જાડેજાનો આ પહેલાં ફસ્ર્ટ ક્લાસ ક્રિકેટનો હાઇએસ્ટ સ્કોર હતો. ગઈ કાલે તેને બાદ કરતા બાકીના ૧૦ બૅટ્સમેનોમાંથી એકમાત્ર ભૂષણ ચૌહાણ (૮૩)ની હાફ સેન્ચુરી હતી. જાડેજાએ એકલા હાથે ટીમના ટોટલને ૫૦૦ના આંકડાને પાર કરાવ્યો હતો. સૌરાષ્ટ્ર ૫૪૫ રને ઑલઆઉટ થયું ત્યાર બાદ ઓડિસાના વિના વિકેટે ૫૧ રન હતા. જાડેજા અને બીજા સ્પિનર કમલેશ મકવાણાની કુલ ચાર ઓવરમાં માત્ર એક રન બન્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK