Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સ્પોર્ટ્સની કોઈ પણ માહિતી હવે ખેલો ઇન્ડિયા ઍપ પર મેળવો

સ્પોર્ટ્સની કોઈ પણ માહિતી હવે ખેલો ઇન્ડિયા ઍપ પર મેળવો

24 July, 2019 03:38 PM IST |

સ્પોર્ટ્સની કોઈ પણ માહિતી હવે ખેલો ઇન્ડિયા ઍપ પર મેળવો

‘ખેલો ઇન્ડિયા ઍપ્લિકેશન’

‘ખેલો ઇન્ડિયા ઍપ્લિકેશન’


આજના ઍપ્લિકેશન યુગમાં ભારતીય સ્પોર્ટ્સ વિશે કોઈ પણ માહિતી મેળવવી હોય તો મોબાઇલના પ્લેસ્ટોરમાંથી ‘ખેલો ઇન્ડિયા ઍપ્લિકેશન’ ઇન્સ્ટૉલ કરવાથી મળી રહેશે. સ્પોર્ટ્સ અને ફિટનેસ વિશે અવેરનેસ વધારવા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નવી દિલ્હીમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાની પહેલીવહેલી ઍપ ‘ખેલો ઇન્ડિયા ઍપ્લિકેશન’ લૉન્ચ કરી હતી.

સ્પોર્ટ્સ મિનિસ્ટર રાજ્યવર્ધન સિંહ રાઠોડે મીડિયાને કહ્યું હતું કે ‘આજનો દિવસ ભારતના સ્પોર્ટ્સ ઇતિહાસમાં યાદગાર બની રહેશે. આ ઍપથી ભારતના લોકોમાં સ્પોર્ટ્સ અને ફિટનેસ વિશે ક્રાંતિ આવશે. ટીનેજ ઉંમરેથી ટૅલન્ટ ડેવલપ કરવામાં આ ઍપ ઘણી મદદ કરશે.’



અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ આ ઍપ એક વખત ડાઉનલોડ કર્યા પછી ફરી વખત યુઝ કરવા માટે ઇન્ટરનેટની જરૂર નહીં પડે.


ઍપનાં ત્રણેય સેક્શનનાં ફીચર્સ

પહેલા સેક્શનનું નામ છે બિગનરર્સ ગાઇડ. જેમાં ૧૮ સ્પોર્ટ્સના નિયમો, સાધનો, સ્કોરિંગ પેરામીટર્સ વગેરેની વિસ્તૃત માહિતી મળી રહે છે.


બીજા સેકશનમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાની દરેક રમતને લગતી કઈ-કઈ સુવિધાઓ કયાં-કયાં રાજ્યમાં અવેલેવલ છે એના ઍડ્રેસ, ફોન-નંબર અને લોકેશન સાથે ડેટા આપવામાં આવ્યો છે.

ત્રીજું સેકશન સૌથી ડાયનૅમિક છે.

આ પણ વાંચો : રાવલ-લૅથમની રેકૉર્ડ પાર્ટનરશિપથી ન્યુ ઝીલૅન્ડે લીધી ૨૧૭ રનની લીડ

આ સેક્શનમાં વ્યક્તિ પોતાનું ફિટનેસ લેવલ ચકાસી શકે છે. ફિટનેસ સેક્શનમાં ૮ ટેસ્ટ છે જેનાથી જાણી શકાય કે વ્યક્તિ કઈ રમતને કરીઅર તરીકે પસંદ કરી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 03:38 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK