Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > Korea Open 2019: પીવી સિંધુ પહેલા રાઉન્ડમાં હારીને થઈ બહાર

Korea Open 2019: પીવી સિંધુ પહેલા રાઉન્ડમાં હારીને થઈ બહાર

25 September, 2019 03:03 PM IST | મુંબઈ

Korea Open 2019: પીવી સિંધુ પહેલા રાઉન્ડમાં હારીને થઈ બહાર

પીવી સિંધુ પહેલા રાઉન્ડમાં હારીને થઈ બહાર

પીવી સિંધુ પહેલા રાઉન્ડમાં હારીને થઈ બહાર


ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુને સતત બીજા ટૂર્નામેન્ટમાં નિરાશા મળી છે. ચીન ઓપનના બીજા રાઉન્ડમાં હારી જનાર સિંધૂને કોરિયા ઓપનના પહેલા જ રાઉન્ડમાં ઉલટફેરનો શિકાર થવું પડ્યું છે. દુનિયાની 11માં ક્રમાંકની ખેલાડી અમેરિકાની બિએવન ઝાંગે સિંધુને 7-21, 24-22, 21-15થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધી.

હાલમાં જ વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર સિંધુ કોરિયા ઓપનના પહેલા જ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ છે.સિંધુને કોરિયા ઓપનના સુપર 500 ટૂર્નામેન્ટના મહિલા સિંગલ્સના પહેલા રાઉન્ડમાં અમેરિકન ખેલાડી ઝાંગે ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલામાં હરાવી દીધી.

સિંધુ ગેમના પહેલા સેટમાં અમેરિકાની ખેલાડી સામે આક્રમક રમત બતાવતા 7-21થી આસાન જીત મેળવી. જે બાદ આગલી ગેમમાં ઝાંગે પલટવાર કર્યો અને 24-22થી જીત મેળવી. ત્રીજા સેટમાં ઝાંગ સિંધુ પર છેલ્લા તમામ રીતે હાવી થઈ ગઈ અને તેમને બઢત મળી અને તેને પોઈન્ટ મળી જ ન શક્યા. ત્રીજી ગેમમાં ઝાંગે 21-15થી ગેમ પોતાને નામ કરતા મેચ જીતીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી.

આ પણ જુઓઃ Kimberley Mcbeath: રોંગ સાઈડ રાજુની 'ગોરી રાધા'ના આવા કામણગારા છે અંદાજ



સિંધુની આ સતત બીજી હાર છે એ પહેલા ચીન ઓપનના બીજા રાઉન્ડમાં તે હારીને બહાર થઈ ગઈ. ચીન ઓપનમાં સિંધુને થાઈલેન્ડની પોર્નાપાવે ચોચૂવોંગે હરાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2019 03:03 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK