ફ્રૅક્ચર આવતાં બુમરાહ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાંથી થયો આઉટ : ઉમેશ યાદવ લેશે જગ્યા

Published: Sep 25, 2019, 12:34 IST | નવી દિલ્હી

ભારત અને સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝ ૧-૧થી ડ્રૉ થયા બાદ બન્ને ટીમો વચ્ચે ત્રણ ટેસ્ટ મૅચોની સિરીઝ રમાશે જેની શરૂઆત બીજી ઑક્ટોબરથી થવાની છે.

જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહ

ભારત અને સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝ ૧-૧થી ડ્રૉ થયા બાદ બન્ને ટીમો વચ્ચે ત્રણ ટેસ્ટ મૅચોની સિરીઝ રમાશે જેની શરૂઆત બીજી ઑક્ટોબરથી થવાની છે. સિરીઝ શરૂ થતાં પહેલાં જ ભારત માટે ખરાબ સમાચાર છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સ્ટ્રેસ ફ્રૅક્ચરને કારણે સિરીઝમાંથી બહાર થયો છે. સિરીઝમાં હવે તેની જગ્યાએ ઉમેશ યાદવને સ્થાન આપવામાં આવ્યું છે.

umesh-yadav

ભારતીય ક્રિકેટ બોર્ડે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘રૂટીન રેડિયોલૉજિકલ સ્ક્રીનિંગ સમયે આ ઈજા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. હવે તેને રિહેબિલિટેશન માટે મોકલવામાં આવશે, જ્યાં ભારતીય ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમ તેની સારવાર કરશે. ઑલ ઇન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ બુમરાહની જગ્યાએ ઉમેશ યાદવના નામની ભલામણ કરી છે.’

આ પણ વાંચો : ભારતીય મહિલાઓએ જીત સાથે ખાતું ખોલાવ્યું: સાઉથ આફ્રિકા સામેની પહેલી T2૦

ઉમેશ યાદવ ભારત માટે અત્યાર સુધી ૪૧ ટેસ્ટ મૅચ રમ્યો છે જેમાં તેણે ૩૩.૪૭ની ઍવરેજથી ૧૧૯ વિકેટ લીધી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK