શરૂઆતથી જ પોલાર્ડનું શાનદાર ફૉર્મ ટીમ માટે છે શુભ સંકેત : ઝહીર ખાન

Published: 3rd October, 2020 13:58 IST | Agencies | Mumbai

કૅરિબિયન જાયન્ટના પર્ફોર્મન્સથી ખુશ મુંબઈ ઇન્ડિયન્સનો બોલિંગ-મેન્ટર કહે છે, ‘અમારો દરેક પ્લેયર દરેક પ્રકારના પ્રેશર માટે તૈયાર છે’

પોલાર્ડ
પોલાર્ડ

ગુરુવારે પંજાબ સામે કિરોન પોલાર્ડે ૨૦ બૉલમાં ૪ સિક્સર અને ૩ ફોર સાથે ૪૭ રન ફટકારીને ટીમને શાનદાર જીત અપાવી હતી અને લોકોનાં દિલ પણ જીતી લીધાં હતાં. પોલાર્ડે આ પહેલાં બૅન્ગલોર સામે પણ ૨૪ બૉલમાં પાંચ સિક્સર અને ૩ ફોર સાથે અણનમ ૬૦ રન કરીને ટીમની નિશ્ચિત હારને ટાઇમાં બદલી નાખી હતી. આમ પાવરફુલ પોલાર્ડના આ શાનદાર ફૉર્મથી મુંબઈ ઇન્ડિયન્સનો બોલિંગ-મેન્ટર ઝહીર ખાન ખૂબ ખુશ છે.
પોલાર્ડનાં વખાણ કરતા ઝહીર ખાને કહ્યું કે ‘કેરિબિયન પ્રીમિયર લીગના તેના ફૉર્મને પોલાર્ડે આઇપીએલમાં પણ જાળવી રાખ્યું છે. ટીમ માટે એ શુભ સંકેત છે. અમે હંમેશાં તેના પર્ફોર્મન્સ પર આધાર રાખીએ છીએ. પોલાર્ડ જ્યારે પણ વહેલી તકે ફૉર્મમાં આવે છે ત્યારે અમારા માટે એ ફાયદાકારક બની રહે છે.‌ એકંદરે આ ટુર્નામેન્ટમાં અમારા માટે જે રીતે પરિસ્થિતિ નિર્માણ ‌થઈ રહી છે એ જોઈને ઘણું સારું લાગી રહ્યું છે અને આશા કરીએ છીએ કે આ પ્રકારનો પ્રોગ્રેસ ટુર્નામેન્ટમાં આગળ પણ કાયમ રહે. અમે સારું ક્રિકેટ રમી રહ્યા છીએ. અમારી તૈયારી જબરદસ્ત છે અને પ્લેયર્સને અમે સતત મોટિવેટ કરતા રહીએ છીએ. સારી વાત એ છે કે ટીમના દરેક પ્લેયર, પછી એ બોલિંગ ડિપાર્ટમેન્ટનો હોય કે બૅટિંગ ડિપાર્ટમેન્ટનો, તે દરેક પ્રકારનું પ્રેશર ઝીલી શકે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK