IPL 2020: છેલ્લી ઘડીએ લેવામાં આવ્યો સિરાજને શરૂઆતમાં બોલિંગ આપવાનો નિર્ણય

Published: 23rd October, 2020 20:53 IST | Abu Dhabi

કલકત્તા સામેના વિજય બાદ કોહલીનો ખુલાસો

વિરાટ કોહલી
વિરાટ કોહલી

મોહમ્મદ સિરાજે કલકત્તા અને બૅન્ગલોર વચ્ચેની મૅચમાં શાનદાર સ્પેલ નાખતા પોતાની ટીમને આઠ વિકેટથી વિજય અપાવ્યો.ચાર ત્રણ વિકેટ મેળવીને માત્ર આઠ આપનારા સિરાજને બીજી ઓવર નાખવા માટે મોકલવામાં આવ્યો હતો જેમાં તેણે બે વિકેટ લઈને વિરોધી ટીમને નબળી પાડી દીધી હતી. કલકત્તા સામેની મૅચમાં સિરાજ શાહબાઝ અહમદના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો.
સિરાજના વખાણ કરતા કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે ‘ખરું કહું તો નવા બૉલ સાથે બોલિંગ કરવાનું સિરાજને કહેવાનો નિર્ણય છેલ્લી ઘડીએ લેવામાં આવ્યો હતો. સારું થયું કે અમે ટોસ હાર્યા નહીં તો અમારે પહેલા બેટિંગ કરવાનો વારો આવ્યો હોત. શરૂઆતમાં અમારી યોજના વોશિંગ્ટન સુંદર અને ક્રિસ મોરિસને મોકલવાની હતી પણ પછી અમે વિચાર્યું કે એમાં ફેરફાર કરીને મોરિસ અને સિરાજને મોકલીએ. ગયું વર્ષ સિરાજ માટે ઘણું રહ્યું હતું પણ આ વર્ષે તેણે નેટમાં ઘણી મહેનત કરી હતી. તેણે પોતાની મહેનતનું પરિણામ જોયું અને હવે અમે ઈચ્છીએ છીએ કે તે આ પ્રમાણે આગળ વધતો રહે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK