IPL 2020: સુપરઓવર જીત્યા બાદ ટીમનો આત્મવિશ્વાસ વધ્યો : અર્શદીપ

Published: 26th October, 2020 19:45 IST | PTI | Dubai

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પંજાબે છેલ્લી ચાર ગેમ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે અને એમાં પણ મુંબઈ સામેની મૅચ સુપરઓવરમાં જીત્યા બાદ તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે.

અર્શદીપ
અર્શદીપ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પંજાબે છેલ્લી ચાર ગેમ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે અને એમાં પણ મુંબઈ સામેની મૅચ સુપરઓવરમાં જીત્યા બાદ તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે. પંજાબના યુવા પ્લેયર આર્શદીપે હૈદરાબાદ સામેની મૅચમાં ૨૩ રન આપીને ત્રણ વિકેટ મેળવીને મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
પોતાના વિચાર પ્રગટ કરતાં આર્શદીપે કહ્યું કે ‘અમે એકેએક ગેમ પર ધ્યાન આપી રહ્યા છીએ અને લાંબું નથી વિચારી રહ્યા. સુપરઓવર જીત્યા બાદ ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. અમને ભરોસો છે કે ટીમને જરૂર હોય એ દરેક વસ્તુ અમે કરી શકીએ છીએ. ખરું કહું તો હૈદરાબાદ સામે સ્કોર વધારે મોટો નહોતો માટે અમે વિચાર્યું કે અમે અમારું બેસ્ટ આપીશું. મૅચના અંતિમ ચરણમાં અમને લાગ્યું કે અમે જીતી શકીએ છીએ. અમારું લક્ષ્ય તેમની વિકેટ લેવાનો હતો. ટીમ મૅનેજમેન્ટ તરફથી પણ મને ઘણો સારો ટેકો મળતો રહે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK