IPL 2019 : ભૂલ દરેક માણસથી થાય : સૌરવ ગાંગુલી

Apr 14, 2019, 13:51 IST

ધોનીનો ગ્રાઉન્ડ અમ્પાયર સાથેનો દલીલ-વિવાદ, દિલ્હી ટીમના આ સલાહકારે ધોનીને સપોર્ટ કરતાં કહ્યું કે તેની સ્પર્ધાત્મકતા લાજવાબ છે

IPL 2019 :  ભૂલ દરેક માણસથી થાય : સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલી

ભારતના ભૂતપૂર્વ અગ્રેસિવ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ મહેન્દ્ર સિંહ ધોનીની ડગ-આઉટમાંથી ગ્રાઉન્ડ પર દોડી જઈને દલીલ કરવાના પક્ષમાં કહ્યું કે ભૂલ દરેકથી થાય, દરેક વ્યક્તિ માણસ છે. ત્રણ વખત ત્ભ્ન્ જીતી ચૂકેલો કૅપ્ટન ધોની બહુ ઓછો ગુસ્સો કરતો જોવા મળે છે. રાજસ્થાન સામેની મૅચમાં નો-બૉલ વિશે કન્ફ્યુઝન થતાં ધોની ડગ-આઉટમાંથી દોડીને ગ્રાઉન્ડ અમ્પાયર ઉલ્હાસ ગાંધેના નિર્ણયને ચૅલેન્જ કરવા પિચ સુધી પહોંચી ગયો હતો. ગાંગુલીએ કહ્યું કે ‘બધા માણસ છે અને ભૂલ દરેક માણસથી થાય. સૌથી સારી વાત એ છે કે ધોનીની સ્પર્ધાત્મકતા કમાલની છે.’

ધોની પ્રતિબંધથી બચી ગયો હતો અને તેના પર ફક્ત મૅચ-ફીના ૫૦ ટકાનો દંડ થયો હતો. ભૂતપૂર્વ ક્રિકેટરોએ ધોનીના ડગ-આઉટમાં દોડી જવાના કૃત્યની ટીકા કરી હતી.

દિલ્હીની ટીમના સલાહકાર સૌરવ ગાંગુલીના ચહેરા પર શુક્રવારે સ્મિત જોવા મળ્યું હતું, કારણ કે કલકત્તાના હોમ-ગ્રાઉન્ડમાં દિલ્હીએ કલકત્તા સામે જીત મેળવી હતી. દિલ્હીએ આ સીઝનમાં કલકત્તાને બીજી વખત હરાવ્યું હતું. પહેલાં ૩૦ માર્ચે ફિરોઝશા કોટલા ગ્રાઉન્ડમાં સુપરઓવરમાં હરાવ્યું હતું.

ધોનીને ૨-૩ મૅચ માટે સસ્પેન્ડ કરવો જોઈએ : સેહવાગ

ભારતના ભૂતપૂર્વ આક્રમક ઓપનર વીરેન્દર સેહવાગે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોનીને ઓછામાં ઓછી ૨-૩ મૅચ માટે સસ્પેન્ડ કરવાની જરૂર છે. તેણે કહ્યું કે ‘ધોનીએ મેદાનમાં આવીને ખોટું કર્યું હતું. મેદાનમાં ચેન્નઈના નૉટઆઉટ બન્ને બૅટ્સમેનોએ નો-બૉલ બાબતે અમ્પાયર સાથે ચર્ચા કરી લીધી હોત. ધોનીને ૨-૩ મૅચ માટે સસ્પેન્ડ કર્યો હોત તો અમ્પાયરનું મહત્વ સમજાયું હોત. મને લાગે છે કે તે ચેન્નઈની ટીમ માટે વધુપડતો ભાવુક બની ગયો હતો.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK