IPL 2019 : અમ્પાયર સાથે વિવાદ પછી ધોની પર દંડ

Apr 12, 2019, 15:07 IST

અમ્પાયરના નિર્ણય પર ક્રીઝમાં હાજર જાડેજા, અને પછી ડગઆઉટમાં રહેલ ધોની મેદાનમાં પાછો આવ્યો. અંતે અમ્પાયરે નો-બૉલ ન આપ્યો.

IPL 2019 : અમ્પાયર સાથે વિવાદ પછી ધોની પર દંડ
ધોનીને આવ્યો ગુસ્સો, 50 ટકા દંડ

આઇપીએલમાં ગુરુવારે રમાયેલી મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની ગુસ્સામાં ડગઆઉટમાંથી નીકળીને મેદાનમાં આવી ગયો હતો. ચેન્નઇ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્ર સિંહ ધોની પર રાજસ્થાન રૉયલ્સ સામે રમાતી મેચમાં ઓન-ફીલ્ડ અમ્પાયર સાથે વિવાદને લઇને મેચ ફીનો 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ધોની સાથે આવું ઓછું બનતું જોવા મળે છે, જ્યારે તે પોતાનું સંતુલન ખોઇ બેસે. ગુરુવારની મેચ દરમિયાન ધોની ગુસ્સામાં ડગઆઉટમાંથી નીકળીને બહાર મેદાનમાં આવી ગયો.

BCCIએ આ બાબતે કહ્યું કે, "ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન MS ધોની પર જયપુરમાં રાજસ્થાન રૉયલ્સ સામે મેચ દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીનો 50 ટકા દંડ ફટકારાયો છે." મેચમાં અમ્પાયર દ્વારા નો-બોલ ન આપવાને કારણે ધોની અમ્પાયર સાથે બહેસ કરતો જોવા મળ્યો. ધોનીને આ ઘટના પછી BCCIએ આઇપીએલના કોડ ઑફ કંડક્ટ 2.20 હેઠળ લેવલ 2નો દોષી કરાર કર્યા બાદ દંડ ફટકારવામાં આવ્યો. આઇસીસીનો નિયમ જે આઇપીએલ પર પણ લાગૂ થાય છે, જેના હેઠળ અમ્પાયરના નિર્ણય પ્રત્યે અસંતોષ દર્શાવવા પર મેચ બૅન પણ કરી શકાય છે.

જાણો શું હતી ઘટના

રૉયલ્સે ચેન્નઇ સામે 152 રન્સનું ટાર્ગેટ આપ્યુ, ત્યાં સુધી પહોંચવા માટે છેલ્લી ઓવરમાં ચેન્નઇને 18 રન્સની જરૂર હતી. રાજસ્થાન તરફથી છેલ્લી ઓવરની જવાબદારી બેન સ્ટોક્સને મળી. બેનના પહેલા બૉલમાં રવીન્દ્ર જાડેજાએ સિક્સર માર્યો. સ્ટોક્સે ઓવરના ત્રીજા બૉલમાં ધોનીને આઉટ કરી દીધો. ઓવરના ચોથા બૉલમાં અમ્પાયરે પહેલા નો-બૉલ આપ્યો, પણ પછીથી સ્ક્વેર લેગ અમ્પાયર સાથે વાત કર્યા પછી ના પાડી દીધી. અમ્પાયરના આ નિર્ણય પર ક્રીઝમાં હાજર જાડેજા, અને પછી ડગઆઉટમાં રહેલ ધોની મેદાનમાં પાછો આવ્યો. અંતે અમ્પાયરે નો-બૉલ ન આપ્યો.

આ પણ વાંચો : IPL 2019 : કેપ્ટન કુલ ધોનીને આવ્યો ગુસ્સો, પહોંચી ગયો મેદાનમાં, વિવાદ વકર્યો

ચેન્નઇ આ મેચ છેલ્લા બૉલે ચાર વિકેટ્સથી જીતી. ત્યાર બાદ ચેન્નઈના આ આઇપીએલમાં 12 પોઇન્ટ્સ થઈ ગયા અને તે સ્કૉર બોર્ડમાં ટૉપ પોઝીશન પર રહી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK