IPL 2019: ધીમી રનરેટ પડી મોંઘી, પંજાબની 22 રને હાર

Apr 06, 2019, 21:01 IST

ચેન્નાઈએ આપેલા 161 રનના ટાર્ગેટની સામે પંજાબ 138 રન જ બનાવી શકતા હારનો સામનો કરવો પડ્યો છે. ધીમી રનરેટના કારણે પંજાબ ટાર્ગેટ સુધી પહોચી શકી હતી નહી.

IPL 2019: ધીમી રનરેટ પડી મોંઘી, પંજાબની 22 રને હાર
ધીમી રનરેટ પડી મોંઘી

ચેન્નાઈએ આપેલા 161 રનના ટાર્ગેટની સામે પંજાબ 138 રન જ બનાવી શકતા હારનો સામનો કરવો પડ્યો છે. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબે શરુઆતમાં જ 2 વિકેટ ગુમાવી હતી. બીજી વિકેટ સાથે સરફરાઝ અને લોકેશ રાહુલે બાજી સંભાળી હતી અને મેચને છેક સુધી લઈ ગયા હતા પરંતુ ધીમી રનરેટના કારણે પંજાબ 161ના ટાર્ગેટ સુધી પહોંચી શકી ન હતી. ચેન્નાઈની ટીમના બોલરોએ શરુઆતી વિકેટ ઝડપતા બેટ્સમેનો પર પ્રેશર લાવવામાં સફળ રહી હતી જેની અસર પંજાબની રનરેટ પર થઈ હતી.

પહેલા બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 160 રન બનાવ્યા હતા. આ સીઝનની પહેલી મેચ રમતા ડુ પ્લેસિસે 38 બોલમાં 54 રન ફટકાર્યા હતા આ સિવાય ધોનીએ 23 બોલમાં 37 રનની મહત્વની ઈનિંગ રમી હતી જેના કારણે ચેન્નાઈ 160ના ટોટલ સુધી પહોચી શક્યું હતુ. પંજાબ તરફથી અશ્વિનની બોલિંગમાં ઘણા વેરિએશન જોવા મળ્યા હતા જેના કારણે અશ્વિન ત્રણ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. અશ્વિન સિવાય એકપણ બોલરને કોઈ સફળતા મળી હતી નહી.

161ના સરળ ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી પંજાબ માટે શરુઆત સારી રહી હતી નહી. માત્ર 7 રનના સ્કોરે પંજાબે 2 વિકેટ ગુમાવી હતી. ગેલ અને મયંક અગ્રવાલ આઉટ થતા સરફરાઝ ખાન અને લોકેશ રાહુલે ઈનિંગને આગળ વધારી હતી. બન્ને પ્લેયર મેચ તો છેક સુધી લઈ ગયા જો કે ધીમી રનરેટના કારણે ટોટલ ચેઝ કરી શક્યા ન હતા. ત્રીજી વિકેટ માટે રાહુલ-સરફરાઝે 110 રનની પાર્ટનરશિપ કરી હતી લોકશ રાહુલે 47 બોલમાં 55 રન જ્યારે સરફરાઝે 59 બોલમાં 67 રન બનાવ્યા હતા. હરભજન અને સ્કોટના નામે 2-2 વિકેટ રહી હતી જયારે ચાહરને 1 સફળતા મળી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK