ટીમ ઇન્ડિયા ટી20 સીરિઝ કબ્જો કરવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે

Published: Aug 04, 2019, 16:58 IST | Florida

આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટી20 શ્રેણીની બીજી મેચ રમાશે. ભારતીય યુવા ક્રિકેટ ટીમે પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ચાર વિકેટે મેચ જીતી લીધી હતી. ત્યારે આજે ટીમ ઇન્ડિયા ટી20 સીરિઝ કબ્જે કરવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે.

Florida : આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટી20 શ્રેણીની બીજી મેચ રમાશે. ભારતીય યુવા ક્રિકેટ ટીમે પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ચાર વિકેટે મેચ જીતી લીધી હતી. ત્યારે આજે ટીમ ઇન્ડિયા ટી20 સીરિઝ કબ્જે કરવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે. આજની બીજી મેચ ફ્લોરીડામાં ભારતીય સમય અનુસાર રાત્રે 8 કલાકે શરૂ થશે.


વિદેશમાં વિન્ડીઝ સામે આઠ વર્ષ બાદ સીરિઝ જીતવાની તક
ભારતની વિરાટ સેનાની નજર હવે વેસ્ટ ઇન્ડિઝ સામે વિદેશમાં આઠવર્ષ બાદ સીરિઝ જીતવા પર છે. છેલ્લે ભારત 2011માં વેસ્ટ ઇન્ડિઝમાં 1-0થી સિરીઝ જીત્યું હતું. ભારત છેલ્લી 4 ટી-20થી વિન્ડીઝ સામે અપરાજિત છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ ટી-20માં 12 વાર એકબીજા સામે ટકરાયા છે. ભારતે 6 અને વિન્ડીઝે 5 મેચ જીતી છે, જયારે 1 મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. 2016માં ફ્લોરિડા ખાતેની 2 મેચની સિરીઝ ભારત 0-1થી હાર્યું હતું. પ્રથમ મેચમાં એવીંન લુઈસની સદીથી વિન્ડીઝે 246 રન કર્યા હતા. જવાબમાં લોકેશ રાહુલની સદી છતાં ટીમ 1 રને હારી હતી. બીજી મેચમાં પરિણામ આવ્યું ન હતું. ગઈ કાલે ભારતે વિન્ડીઝને 4 વિકેટે હરાવ્યું હતું.પિચ અને વેધર રિપોર્ટ
ફ્લોરિડામાં વાદળછાયું વાતાવરણ રહેશે। મેચમાં વરસાદની સંભાવના છે. ગઈ કાલે બોલ અટકીને આવ્યો હોવાથી બેટિંગમાં તકલીફ થઇ હતી. આજે ટોસ જીતનાર ટીમ પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી શકે છે.


રોહિત શર્મા યુનિવર્સલ બોસ ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી શકે છે
રોહિત શર્મા ટી20માં સૌથી સિક્સ ફટકારવાના રેકોર્ડથી માત્ર 2 સિક્સ દૂર છે. તેણે 95 મેચમાં 104 સિક્સ મારી છે. તે ક્રિસ ગેલ પછી આ સૂચિમાં બીજા સ્થાને છે. ગેલે 58 મેચમાં 105 સિક્સ મારી છે. જ્યારે માર્ટિન ગુપ્ટિલ, કોલીન મુનરો અને બ્રેન્ડન મેક્કુલમ આ સૂચિમાં ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને આવે છે. તેમણે અનુક્રમે 103, 92 અને 91 સિક્સ મારી છે.


આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

આ પ્રમાણે છે ટીમો
ભારત:

વિરાટ કોહલી (સુકાની), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડેય, ઋષભ પંત, કૃણાલ પાંડયા, નવદીપ સૈની, ભુવનેશ્વર કુમાર, રવીંન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, દીપક ચાહર, ખલીલ અહમદ.


વેસ્ટ ઇન્ડિઝ:
એવીન લુઈસ, જોહન કેમ્બેલ, કાયરન પોલાર્ડ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ, કાર્લોસ બ્રેથવેટ (સુકાની), કીમો પોલ, સુનિલ નારાયણ, ઓશેન થોમસ, શેલ્ડન કાતરેલ,ખેરી પિયર,જેસન મોહમ્મદ અને એંથની બ્રેમ્બલ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK