અફઘાન વિરુદ્ધની મૅચમાં ધોની અને જાધવના આત્મવિશ્વાસની કમી હતી : સચિન

સધમ્પ્ટન | Jun 24, 2019, 12:40 IST

માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે અફઘાનિસ્તાન સામેની ભારતની બૅટિંગને લઈને નારાજગી વ્યક્ત કરી છે.

અફઘાન વિરુદ્ધની મૅચમાં ધોની અને જાધવના આત્મવિશ્વાસની કમી હતી : સચિન
સચિન તેંડુલકર

માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે અફઘાનિસ્તાન સામેની ભારતની બૅટિંગને લઈને નારાજગી વ્યક્ત કરી છે. સચિને મિડલ ઑર્ડર પર નિશાન સાધતાં કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની અને કેદાર જાધવ વચ્ચે ભાગીદારી ઘણી ધીમી રહી હતી. ટીમ સ્પિન બોલર્સ વિરુદ્ધ ૩૪ ઓવરમાં માત્ર ૧૧૯ રન જ બનાવી શકી હતી. એવું લાગી રહ્યું હતું જાણે બન્નેમાં સકારાત્મકતાની ઊણપ હતી.

આ પણ વાંચો : પાકિસ્તાને 49 રને આફ્રિકાને હરાવી પોતાની સેમી ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી

સચિને મૅચ પૂર્ણ થયા બાદ કહ્યું કે ‘મૅચ જોયા બાદ હું ઘણો નિરાશ થયો હતો. હજી સારું થઈ શક્યું હોત. ૩૦મી ઓવરમાં વિરાટ આઉટ થયા બાદ ૪૫ ઓવર સુધી આપણે વધુ રન ન બનાવી શક્યા. દરેક ઓવરમાં ૨થી ૩ ડૉટ બૉલ જોવા મYયા. મિડલ ઑર્ડર બૅટ્સમેનોને આ પહેલાંની મૅચમાં વધુ તક મળી નહોતી જેથી તેમના પર વધુ દબાણ હતું. જોકે તેઓએ સકારાત્મક ઇરાદાથી રમવાની જરૂર હતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK