IPL 2020: ટીમની બૅટિંગ ચિંતાજનક છે

Published: 12th October, 2020 18:45 IST | IANS | Dubai

સાતમાંથી પાંચ મૅચ હાર્યા બાદ ધોનીએ સ્વીકાર્યું

ધોની
ધોની

શનિવારે રમાયેલા બીજા મુકાબલામાં ચેન્નઈ અને બૅન્ગલોર આમને-સામને થયા હતા, જેમાં બૅન્ગલોરે ૩૭ રનથી જીત મેળવી હતી. આ મૅચ ગુમાવીને ચેન્નઈ પૉઇન્ટ ટેબલમાં -૦.૫૮૮ રનરેટ સાથે છઠ્ઠા ક્રમે છે. અત્યાર સુધી ટુર્નામેન્ટમાં સાતમાંથી એ માત્ર બે મૅચ જીતી શકી છે. કૅપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ પણ સ્વીકાર્યું કે ટીમની બૅટિંગ ચિંતાજનક છે. બૅન્ગલોર સામે મૅચ ગુમાવ્યા બાદ ધોનીએ કહ્યું કે ‘છેલ્લી ચાર ઓવરમાં અમે બરાબર બોલિંગ નહોતી કરી, પણ એની પહેલાં ઘણી સારી બોલિંગ થઈ હતી. છેલ્લી કેટલીક ઓવરમાં અમે વધારે રન ખર્ચી દીધા. અમારે મૅચની અંતિમ ઓવરમાં સારું પર્ફોર્મ કરવાની જરૂરત છે. હા, બૅટિંગ ચિંતાનો વિષય છે અને આ મૅચમાં પણ કાંઈ બદલાયું નથી. અમે લગભગ એકને એક ભૂલ વારંવાર રિપીટ કરી રહ્યા છીએ. મારા મતે અમારે ઘણા ફેરફાર કરવા પડશે. મોટા શૉર્ટ લગાડવા પડશે. લોઅર ઑર્ડરના બૅટ્સમેન પર પ્રેશર ન આવે એ માટે છેલ્લી કેટલીક ઓવરમાં મોટા શૉર્ટ ફટકારતાં વિકેટ પડી જાય તો પણ વાંધો નથી. છઠ્ઠી ઓવર પછી જ અમારી બૅટિંગ નબળી પડી ગઈ હતી અને તમે પ્લેયરને ગમે એટલો કૉન્ફિડન્સ આપો, પણ તેઓ પણ પોતાના હિસાબે રમવાની એક અલગ યોજના ધરાવતા હોય છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK