અનુષ્કા શર્માએ શૅર કરી વિરાટ સાથેની ભૂતાન વેકેશન્સની તસવીર, સાથે લખ્યું આ...

Published: Nov 11, 2019, 16:18 IST | Mumbai Desk

અનુષ્કા શર્માએ ભૂતાન વેકેશનની નવી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. આના કૅપ્શનમાં અનુષ્કા શર્માએ લખ્યું, જ્યારે પ્રેમે પ્રેમને પારખ્યો.

અનુષ્કા શર્મા અને પતિ વિરાટ કોહલી હાલ ભૂતાનમાં રજાઓ એન્જૉય કરી રહ્યા છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બન્ને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી પોતાના ચાહકો માટે તસવીરો પણ શૅર કરી રહ્યા છે. કાલે અનુષ્કાએ એક સરસ ડૉગી સાથે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી હતી. આ તસવીર થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. હવે અનુષ્કા શર્માએ ભૂતાન વેકેશનની નવી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. આના કૅપ્શનમાં અનુષ્કા શર્માએ લખ્યું, જ્યારે પ્રેમે પ્રેમને પારખ્યો.

 
 
 
View this post on Instagram

Love recognizes love 💜✨💜

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) onNov 10, 2019 at 10:18pm PST

અનુષ્કા શર્મા આ તસવીરોમાં ગાયના બે વાછરડાં સાથે રમતી જોવા મળે છે. સાથે જ વિરાટ કોહલી પણ દેખાય છે. અનુષ્કા આ વાછરડાંઓને ક્યારેક સહેલાવતી દેખાય છે ક્યારેક તેને ચૂમતી દેખાય છે બધી જ તસવીરો ખૂબ જ સરસ છે. એક કલાકમાં જ આ તસવીરોને લગભગ પાંચ લાખ લોકો લાઇખ કરી ચૂક્યા છે તો બે હજારથઈ વધારે લોકો આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. અનુષ્કાએ રવિવારે જ પોતાની કેટલીક તસવીરો શૅર કરી હતી જેમાં તે એક ડૉગ સાથે રમતી જોવા મળે છે. અનુષ્કા વિરાટનો જન્મદિવસ ઉજવવા તેની સાથે ભૂતાન ગઈ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા ઘણાં સમયથી ફિલ્મોમાં જેવા મળી નથી. તે છેલ્લે ફિલ્મ 'ઝીરો'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અનુષ્કા સાથે શાહરુખ ખાન અને કેટરીના કેફ લીડ રોલમાં હતા.

આ પણ વાંચો : કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

રજાઓ થવાની છે પૂરી
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટની રજાઓ પૂરી થવા આવી છે. દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ પૂરી થયા પછી વિરાટ બ્રેક પર ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ તેને બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ મેચની ટી-20 સીરીઝમાં આરામ આપવામાં આવ્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK