Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > વાઇરસને કારણે ફ્રાન્સની ફાઇનલની તૈયારી પર અસર

વાઇરસને કારણે ફ્રાન્સની ફાઇનલની તૈયારી પર અસર

18 December, 2022 04:02 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોચે કહ્યું કે જેમને અસર થઈ છે એવા ખેલાડીઓને હોટેલમાં અલગ રૂમમાં રાખવામાં આવ્યા

ફાઇનલ પહેલાં દોહાના સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરી રહેલા ફ્રાન્સના ખેલાડીઓ.

ફાઇનલ પહેલાં દોહાના સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરી રહેલા ફ્રાન્સના ખેલાડીઓ.


દોહામાં રમાનારી ફુટબૉલની ફાઇનલ પહેલાં ફ્રાન્સની ટીમને આર્જેન્ટિના કરતાં વાઇરસની વધારે ચિંતા છે. વળી વાઇરસને કારણે તેમની તૈયારી પર પણ અસર થઈ છે. આ વાઇરસને કારણે તાવ, પેટમાં દુખાવો તથા માથાના દુખાવા જેવી સમસ્યા ઊભી થઈ છે. ફ્રાન્સના કોચે આજની મૅચ પહેલાં આયોજિત પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું કે ‘અમે શક્ય એટલી સાવચેતી જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ડૉક્ટરો સાથે મળીને શક્ય એટલી સંભાળ લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’ 

વાઇરસને કારણે ડિફેન્સના બે ખેલાડીઓ બીમાર પડતાં તેઓ પ્રૅક્ટિસમાં જોડાયા નહોતા, તો બીજા બે ખેલાડીઓ આ વાઇરસની અસરને કારણે મૉરોક્કો સામેની સેમી ફાઇનલમાં રમ્યા નહોતા. ગઈ કાલે પણ ખેલાડીઓની તબિયત વિશે કોઈ માહિતી આપવામાં આવી નહોતી અને જણાવ્યું હતું કે તમામ ખેલાડીઓ સૂતા હોવાને કારણે આ વિગતો આપવામાં આવી નથી. વાઇરસને લીધે ખેલાડીઓમાં તાવ, પેટમાં દુખાવો અને માથાના દુખાવા જેવાં લક્ષણ હતાં. વધુ ખેલાડીઓ એનો ભોગ ન બને એ માટે અમુક ખેલાડીઓને હોટેલની અલગ રૂમમાં રાખવામાં આવ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

18 December, 2022 04:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK