Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મુંબઈના જૈન બંધુઓ થાઇલૅન્ડની પિકલબૉલ સ્પર્ધામાં રનર્સ-અપ

મુંબઈના જૈન બંધુઓ થાઇલૅન્ડની પિકલબૉલ સ્પર્ધામાં રનર્સ-અપ

Published : 26 April, 2022 11:05 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતમાં આ રમત ૧૦ વર્ષથી રમાય છે, પરંતુ લોકપ્રિય ન હોવાથી સ્થાનિક સ્તરે એની ખાસ કોઈ સ્પર્ધા ન રમાવાને કારણે જૈન બંધુઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થઈને સ્થાનિક સ્તરે આ રમતને પ્રમોટ કરવાનો નિર્ણય લીધો

દિવ્યેશ જૈન (ડાબે) અને નીરજ જૈન

દિવ્યેશ જૈન (ડાબે) અને નીરજ જૈન


થાઇલૅન્ડમાં તાજેતરમાં આયોજિત એશિયા પિકલબૉલ ઓપન, ૨૦૨૨ ટુર્નામેન્ટમાં મુંબઈના જૈન પરિવારના બે ભાઈઓ નીરજ જૈન અને દિવ્યેશ જૈને મેન્સ ડબલ્સ, ઇન્ટરમિડિયેટ કૅટેગરીમાં સિલ્વર મેડલ જીતી લીધો હતો. હજી માત્ર ૪ મહિના પહેલાં તેમણે વિલે પાર્લેમાં પિકલબૉલની તાલીમ શરૂ કરી હતી.

બૅડ્મિન્ટન જેવી કોર્ટ પર રમાતી પિકલબૉલની રમતની નેટ ટેનિસની રમત જેવી હોય છે અને એના ટેબલ ટેનિસ જેવા રૅકેટ/પૅડલ ફાઇબર (કાર્બન)ના બનેલા હોય છે તેમ જ ૪૦ કાણાવાળો કઠણ પ્લાસ્ટિક બૉલ આ રમતમાં વપરાય છે. અમેરિકામાં પિકલબૉલના આશરે ૫૦ લાખ પ્રોફેશનલ પ્લેયર્સ છે જેમાંથી ૩૦થી ૪૦ ટકા ખેલાડીઓનો વધારો કોવિડ-૧૯ના સમયગાળા દરમ્યાન જોવા મળ્યો છે. ભારતમાં આ રમત ૧૦ વર્ષથી રમાય છે, પરંતુ લોકપ્રિય ન હોવાથી સ્થાનિક સ્તરે એની ખાસ કોઈ સ્પર્ધા ન રમાવાને કારણે જૈન બંધુઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થઈને સ્થાનિક સ્તરે આ રમતને પ્રમોટ કરવાનો નિર્ણય લીધો અને તેઓ થાઇલૅન્ડમાં પોતાની પહેલી જ ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં બીજા સ્થાને આવીને રજતચંદ્રક જીત્યા. મુંબઈમાં પિકલબૉલ રમતા પ્લેર્સમાં ગુજરાતી અને મારવાડી ખેલાડીઓ મોટી સંખ્યામાં છે.



તેમની કૅટેગરીમાં કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો. નિખિલ મથુરે તથા યશોધન દેશમુખ ગોલ્ડ મેડલ અને હિમાંશુ દેવસ્કર તથા સુનીત મહાલે બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. ૧૯+ મેન્સ કૅટેગરીમાં મુંબઈના વંશિક કાપડિયાએ સિંગલ્સનો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. પ્રણવ રોહિરા અને ઠાકુર રોહિરા પણ તેમના વર્ગમાં ચંદ્રક જીત્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2022 11:05 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK