૪૧ વર્ષનો સુહાસ ૨૦૦૭ બૅચનો ઉત્તર પ્રદેશનો IAS અધિકારી છે.
સુહાસ યથિરાજ
ભારતીય બૅડ્મિન્ટન પ્લેયર સુહાસ યથિરાજે ગઈ કાલે પુરુષ સિંગલ્સ SL4 કૅટેગરીની ફાઇનલમાં ફ્રાન્સના ખેલાડી સામે હારીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. ટોક્યો બાદ પૅરિસમાં પણ સિલ્વર જીતીને તેણે મોટો રેકૉર્ડ બનાવ્યો હતો. તે પૅરાલિમ્પિક્સમાં બૅક-ટુ-બૅક બે મેડલ જીતનાર પહેલો ભારતીય શટલર બની ગયો છે.
૪૧ વર્ષનો સુહાસ ૨૦૦૭ બૅચનો ઉત્તર પ્રદેશનો IAS અધિકારી છે. ડાબા પગની ઘૂંટીમાં જન્મજાત ખોડ સાથે જન્મેલો હોવાથી તે SL4 કૅટેગરીમાં પૅરાલિમ્પિક્સ રમી રહ્યો છે. પૅરિસ ઑલિમ્પિક્સમાં આ ભારતનો બારમો મેડલ હતો. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે ભારત બે ગોલ્ડ, પાંચ સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ મેડલ સાથે મેડલટૅલીમાં બાવીસમા સ્થાને પહોંચ્યું છે.


