Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ખેલાડી કોવિડ-પૉઝિટિવ હોવા છતાં ઑસ્ટ્રેલિયન ઓપનમાં રમી શકશે

ખેલાડી કોવિડ-પૉઝિટિવ હોવા છતાં ઑસ્ટ્રેલિયન ઓપનમાં રમી શકશે

10 January, 2023 02:01 PM IST | Melbourne
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં ઑસ્ટ્રેલિયાનો બૅટર મૅટ રેન્શો કોવિડ-પૉઝિટિવ હોવા છતાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં રમ્યો હતો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

Australian

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


૧૬ જાન્યુઆરીએ મેલબર્નમાં શરૂ થનારી વર્ષની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટેનિસ સ્પર્ધા ઑસ્ટ્રેલિયન ઓપન માટે આયોજકોએ નિયમ બનાવ્યો છે, જેમાં ખેલાડીઓએ કોવિડ-ટેસ્ટ નહીં કરાવવી પડે. બીજી રીતે કહીએ તો કોઈ પ્લેયર કોવિડ-પૉઝિટિવ હોય છતાં આ સ્પર્ધામાં રમી શકશે.


ટુર્નામેન્ટના ડિરેક્ટર ક્રેગ ટિલેએ એક વેબસાઇટને કહ્યું હતું કે ‘અમે તમામ ખેલાડીઓને તેમ જ અમારા ૧૨,૦૦૦ સ્ટાફ-મેમ્બર્સને કહી દીધું છે કે જો તમારી તબિયત સારી ન હોય તો ઘરમાં જ રહેજો. જોકે અમારો નિયમ ક્રિકેટથી અલગ નથી. તાજેતરમાં ઑસ્ટ્રેલિયાનો બૅટર મૅટ રેન્શો કોવિડ-પૉઝિટિવ હોવા છતાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં રમ્યો હતો. અમારી ટુર્નામેન્ટમાં પણ ખેલાડીઓ કોવિડ-પૉઝિટિવ હોવા છતાં રમી શકશે. હા, તબિયત સારી ન હોય તો તેમણે બહાર જ ન નીકળવું એવું અમે તેમને કહ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2023 02:01 PM IST | Melbourne | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK