Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > News In Short : વેટરન્સ ટેબલ ટેનિસમાં યોગેશ દેસાઈ વર્લ્ડ ચૅમ્પિયન

News In Short : વેટરન્સ ટેબલ ટેનિસમાં યોગેશ દેસાઈ વર્લ્ડ ચૅમ્પિયન

01 February, 2023 12:48 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે સેમી ફાઇનલમાં ઑસ્ટ્રિયાના રેઇનહાર્ડ સૉર્ગરને ૩-૨થી પરાજિત કર્યા હતા

યોગેશ દેસાઈ News In Short

યોગેશ દેસાઈ


વેટરન્સ ટેબલ ટેનિસમાં યોગેશ દેસાઈ વર્લ્ડ ચૅમ્પિયન

મુંબઈના જાણીતા ટેબલ ટેનિસ ખેલાડી યોગેશ દેસાઈ તાજેતરમાં ઓમાનમાં મસ્કત ખાતે આઇટીટીએફ વર્લ્ડ વેટરન્સ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપમાં ૭૦+ સિંગલ્સનું ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. તેઓ આ સ્પર્ધામાં શરૂઆતથી ધૈર્યપૂર્વક તેમ જ સાહસ અને સંકલ્પશક્તિ સાથે રમ્યા હતા અને બેસ્ટ ઑફ ફાઇવ ગેમ ફાઇનલ્સમાં તેમણે ચેક રિપબ્લિકના મિલાન રેકોવિકીને ભારે રસાકસી બાદ ૩-૧ (૯-૧૧, ૧૧-૯, ૧૧-૭, ૧૩-૧૧)થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. તેમનો આ ટુર્નામેન્ટનો પ્રથમ ગોલ્ડ મેડલ છે. તેમણે સેમી ફાઇનલમાં ઑસ્ટ્રિયાના રેઇનહાર્ડ સૉર્ગરને ૩-૨થી પરાજિત કર્યા હતા. યોગેશ દેસાઈ મેન્સ ૬૫+ કૅટેગરીમાં વર્લ્ડ નંબર-સેવન છે. તેઓ ચાર વખત વેટરન નૅશનલ ચૅમ્પિયન પણ બની ચૂક્યા છે. મસ્કતમાં મેન્સ ૭૦+ ડબલ્સમાં મુંબઈના પિનાકિન સંપટ અને ઉલ્હાસ શિર્કે ટાઇટલ જીત્યા હતા અને મહિલાઓની ૬૦+ સિંગલ્સમાં કલકત્તાની મન્ટુ મુર્મુ વર્લ્ડ ચૅમ્પિયન બની હતી.



મહિલા ફુટબૉલ મૅચ બમણી સીટવાળા સ્ટેડિયમમાં રમાશે


આગામી જુલાઈમાં ઑસ્ટ્રેલિયામાં મહિલા ફુટબૉલ વર્લ્ડ કપ શરૂ થવાનો છે અને એની પ્રથમ મૅચ સિડનીમાં ૪૨,૫૦૦ પ્રેક્ષકો માટેની સીટવાળા અલાયન્ઝ સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ આ મૅચની ટિકિટની ડિમાન્ડ વધી જતાં હવે આ મૅચ ૮૨,૦૦૦ સીટવાળા સ્ટેડિયમ ઑસ્ટ્રેલિયામાં રાખવાનું નક્કી થયું છે. આ જ સ્ટેડિયમમાં ૨૦ ઑગસ્ટે ફાઇનલ પણ રમાશે.

સ્કીઇંગનો ચૅમ્પિયન બરફના પહાડ નીચે દટાઈ ગયો


બરફના પહાડો પર રાખવામાં આવતી સ્કીઇંગની હરીફાઈનો ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન અમેરિકાનો કાઇલ સ્મેઇન રવિવારે જપાનમાં બરફનો એક પહાડ ધસી આવતાં મૃત્યુ પામ્યો હતો. તે આ પહાડના મોટા હિસ્સા નીચે તે દટાઈ ગયો હતો. ૩૧ વર્ષનો કાઇલ કૅલિફૉર્નિયામાં રહેતો હતો અને હાફપાઇપ પ્રકારની સ્કીઇંગની હરીફાઈનો ચૅમ્પિયન હતો. આ હરીફાઈમાં સ્પર્ધકે હાફપાઇપ પ્રકારનું સાધન પગ સાથે બાંધ્યા બાદ એના પરથી જ સ્કીઇંગની જાતજાતની તરકીબ બતાવવાની હોય છે. કાઇલ ૨૦૧૫માં એમાં વિશ્વવિજેતા બન્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2023 12:48 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK