સિમેઑનેએ ૨૦૧૧માં ઍટ્લેટિકો મૅડ્રિડને કોચિંગ આપવાનું શરૂ કર્યું હતું અને તેમના કોચિંગમાં આ ટીમ બે સ્પૅનિશ લીગ ટાઇટલ, બે યુરોપા લીગ ટાઇટલ, એક કોપા ડેલ રે ટ્રોફી જીતી છે
શનિવારે સિમેઑનેએ મેદાન પર બન્ને પુત્રીઓને બોલાવીને પોતાનો કોચિંગનો વિક્રમ સેલિબ્રેટ કર્યો હતો.
કોચની ૬૧૩મી મૅચ, બનાવ્યો નવો રેકૉર્ડ
ઍટ્લેટિકો મૅડ્રિડના કોચ ડિએગો સિમેઑનેએ શનિવારે આ ક્લબની ટીમને ૬૧૩મી મૅચમાં કોચિંગ આપીને લુઇસ ઍરાગોનેસનો ૬૧૨ મૅચનો રેકૉર્ડ તોડ્યો હતો. સિમેઑનેએ ૨૦૧૧માં ઍટ્લેટિકો મૅડ્રિડને કોચિંગ આપવાનું શરૂ કર્યું હતું અને તેમના કોચિંગમાં આ ટીમ બે સ્પૅનિશ લીગ ટાઇટલ, બે યુરોપા લીગ ટાઇટલ, એક કોપા ડેલ રે ટ્રોફી જીતી છે અને બે વખત ચૅમ્પિયન્સ લીગની ફાઇનલમાં પહોંચી છે. શનિવારે સિમેઑનેએ મેદાન પર બન્ને પુત્રીઓને બોલાવીને પોતાનો કોચિંગનો વિક્રમ સેલિબ્રેટ કર્યો હતો.
ADVERTISEMENT
ઍમ્બપ્પે બન્યો પીએસજીનો ઑલ-ટાઇમ ટૉપ સ્કોરર

કતાર વર્લ્ડ કપમાં સૌથી વધુ ૮ ગોલ કરીને ગોલ્ડન બૂટનો અવૉર્ડ મેળવનાર ફ્રાન્સનો કીલિયાન ઍમ્બપ્પે પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) ટીમ વતી સૌથી વધુ ૨૦૧ ગોલ કરનાર બન્યો છે અને ટ્રોફી મેળવી છે. તેણે શનિવારે નૉન્ટ સામેની મૅચમાં ટીમનો જે ચોથો ગોલ કર્યો ત્યારે એડિસન કવાનીનો ૨૦૦ ગોલનો વિક્રમ પાર કર્યો હતો. પીએસજીએ શનિવારે નૉન્ટની ટીમને ૪-૨થી હરાવી હતી.
કર્ણાટક ૫૪ વર્ષે જીત્યું સંતોષ ટ્રોફી ફુટબૉલ સ્પર્ધા

કર્ણાટકે શનિવારે મેઘાલયને રિયાધમાં ફાઇનલ મુકાબલામાં ૩-૨થી હરાવીને સંતોષ ટ્રોફી ફુટબૉલ સ્પર્ધાનું ટાઇટલ ૫૪ વર્ષે જીતી લીધું હતું. રવિ બાબુ રાજુના કોચિંગમાં રમનાર આ ટીમ વતી એમ. સુનીલકુમાર, બેકે ઑરમ અને રૉબિન યાદવે એક-એક ગોલ કર્યો હતો.


