° °

આજનું ઇ-પેપર
Friday, 01 July, 2022


હરીફોએ ૯૦ મીટર દૂર ભાલો ફેંક્યા છતાં પરેશાન નથી નીરજ

22 May, 2022 01:08 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હું પણ ૯૦ મીટર કરતાં વધારે દૂર ભાલો ફેંકવા માગું છું: નીરજ

 હરીફોએ ૯૦ મીટર દૂર ભાલો ફેંક્યા છતાં પરેશાન નથી નીરજ

હરીફોએ ૯૦ મીટર દૂર ભાલો ફેંક્યા છતાં પરેશાન નથી નીરજ

ટોક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડા પોતાના હરીફોએ આ વર્ષની શરૂઆતમાં ૯૦ મીટર કરતાં વધુ દૂર ભાલો ફેંક્યા છતાં પરેશાન નથી. તે પોતે પણ ૯૦ મીટર ભાલો ફેંકશે એવો તેને વિશ્વાસ છે. ૧૩ મેએ દોહામાં યોજાયેલી ડાયમન્ડ લીગમાં વર્લ્ડ ચૅમ્પિયન ગ્રેનેડાના ઍન્ડરસન પીટર્સ અને ટોક્યોમાં સિલ્વર મેડલ જીતનાર જૅકબે વેડલેચે અનુક્રમે ૯૩.૦૭ મીટર અને ૯૦.૮૮ મીટર ભાલો ફેંક્યો હતો. 
નીરજે કહ્યું કે ‘કોઈએ કેટલો દૂર ભાલો ફેંક્યો છે એની હું ચિંતા કરતો નથી. તેમણે ઘણી મહેનત કરી હશે. હું પણ ૯૦ મીટર કરતાં વધારે દૂર ભાલો ફેંકવા માગું છું.’

22 May, 2022 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

૧૧૫વાળી હરીફ સામે પરાસ્ત સેરેના છેલ્લી વિમ્બલ્ડન રમી?

અપસેટવાળા દિવસમાં સેકન્ડ-સીડેડ કૉન્ટાવેઇટ અને થર્ડ-સીડેડ કૅસ્પર રુડ પરાજય, પરંતુ જૉકોવિચ જીત્યો

30 June, 2022 02:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

News In Short: ઑલિમ્પિક મેડલિસ્ટ હૉકી પ્લેયર વરિન્દર સિંહનું નિધન

ભારત ૧૯૭૫માં હૉકીનો વર્લ્ડ કપ અને એ પહેલાં ૧૯૭૩માં વિશ્વકપનો સિલ્વર મેડલ જીત્યું હતું

29 June, 2022 11:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

રેડુકાનુની એક વર્ષમાં ૨૨૮ રૅન્કની છલાંગ

૨૦૨૧માં આ ​બ્રિટિશર ૩૩૮ની રૅન્ક સાથે વિમ્બલ્ડનમાં પ્રવેશેલી : આ વખતે ૧૦મો ક્રમ છે

29 June, 2022 10:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK