Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > નીરજ ચોપડા માત્ર ૦.૦૯ મીટરના અંતરથી ડાયમંડ લીગ ટાઇટલ ચૂકી ગયો

નીરજ ચોપડા માત્ર ૦.૦૯ મીટરના અંતરથી ડાયમંડ લીગ ટાઇટલ ચૂકી ગયો

Published : 23 August, 2026 03:39 PM | IST | Lausanne
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોઝાન ડાયમંડ લીગમાં નીરજ ચોપડા ૮૮.૦૫ મીટરના સીઝનના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા ક્રમે રહ્યો હતો. શ્રીલંકાના રુમેશ પથિરગેએ ૮૮.૧૪ મીટરના થ્રો સાથે ટાઇટલ જીત્યું હતું.

નીરજ ચોપડા

નીરજ ચોપડા


સ્વિટ્ઝરલૅન્ડના લોઝાનમાં આયોજિત ડાયમંડ લીગમાં નીરજ ચોપડા ૦.૦૯ મીટરના અંતરને કારણે બીજા ક્રમે રહ્યો હતો. જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા ૮૮.૦૫ મીટરના પોતાના સીઝનના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યો હતો. શ્રીલંકાનો રુમેશ પથિરગે તેના ત્રીજા પ્રયાસમાં ૮૮.૧૪ મીટરના થ્રો સાથે ટાઇટલ જીત્યો હતો. ગ્રેનાડાનો ઍન્ડરસન પીટર્સ ૮૬.૬૯ મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. ડાયમંડ લીગના વિવિધ તબક્કા પૂરા થયા બાદ હવે સપ્ટેમ્બરની શરૂઆતમાં સૌથી વધુ પૉઇન્ટ ભેગા કરનાર ખેલાડીઓ વચ્ચે જૅવલિન થ્રો ફાઇનલ રમાશે. 

બાવીસ દિવસની અંદર શ્રીલંકાના રુમેશ પથિરગે સામે બીજી વખત હાર્યો નીરજ ચોપડા



પહહેલી ઑગસ્ટના દિવસે કૉમનવેલ્થ ગેમ્સમાં પણ જૅવલિન થ્રો ઇવેન્ટમાં શ્રીલંકાનો રુમેશ પથિરગે ચૅમ્પિયન બન્યો હતો. બાવીસ દિવસ બાદ ફરી નીરજ ચોપડાને આ ખેલાડી સામે હારીને બીજા સ્થાન સાથે સંતોષ માનવો પડ્યો હતો. કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ૮૯.૭૫ મીટરના થ્રો સાથે રુમેશ પથિરગે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે નીરજ ચોપડા ૮૫.૮૩ મીટરના થ્રોની મદદથી સિલ્વર મેડલ જીત્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2026 03:39 PM IST | Lausanne | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK