તાજેતરમાં આવેલા વિનાશક પૂર બાદ સોશ્યલ મીડિયા પર ચોંકાવનારો વિડિયો વાઇરલ થયો છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
નેપાલમાં આવેલા ભયાનક પૂરમાં એક તરફ લોકો પોતાનો જીવ બચાવવા ફાંફાં મારી રહ્યા હતા ત્યારે બીજી તરફ કેટલાક લોકો જીવના જોખમે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નાં સિલિન્ડર લૂંટવા માટે જીવને જોખમમાં મૂકતા જોવા મળ્યા હતા.
તાજેતરમાં આવેલા વિનાશક પૂર બાદ સોશ્યલ મીડિયા પર ચોંકાવનારો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે પૂરના ધસમસતા પ્રવાહમાં લાકડાં, પ્લાસ્ટિક અને અન્ય કાટમાળ સાથે LPGનાં સિલિન્ડર પણ તણાઈ રહ્યાં છે. આ મફતનાં સિલિન્ડર પકડવા માટે કેટલાક પુરુષો અને એક મહિલા જીવલેણ કાદવ અને કીચડવાળા પાણીમાં કૂદી પડ્યાં હતાં.
ADVERTISEMENT
આસપાસ ઊભેલા લોકો તેમને રોકવાને બદલે પોતાના મોબાઇલમાં વિડિયો ઉતારવામાં અને બૂમો પાડીને તેમને દિશા બતાવવામાં મશગૂલ હતા. આપત્તિના સમયે જીવ બચાવવાને અને માનવતા દાખવવાને બદલે જોવા મળેલી આ લાલચની ભારે ટીકા થઈ રહી છે. ઑનલાઇન યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે જ્યારે લોકો મોત સામે જંગ લડી રહ્યા હોય ત્યારે આવી લૂંટ ચલાવવી એ સૌથી શરમજનક બાબત છે.
