Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > નરેન્દ્ર બરવાલે પાકિસ્તાની બૉક્સરને કહ્યું હતું ‘નરેન્દ્ર નામથી નફરત જ છે…”, કિસ્સો સાંભળી PM મોદી હસી પડ્યા

નરેન્દ્ર બરવાલે પાકિસ્તાની બૉક્સરને કહ્યું હતું ‘નરેન્દ્ર નામથી નફરત જ છે…”, કિસ્સો સાંભળી PM મોદી હસી પડ્યા

Published : 10 August, 2026 05:58 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૉક્સર જદુમણિ સિંહે 26 જુલાઈના રોજ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પાકિસ્તાનના રહેમાન સુમામાને 5-0થી હરાવ્યો. તેમણે કહ્યું, "હું ભારતીય સેના સાથે સંકળાયેલો છું, તેથી મેં પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે મારે પાકિસ્તાનને હરાવવું પડશે."

બૉક્સર નરેન્દ્ર બરવાલે વડા પ્રધાન મોદીને જણાવ્યો કિસ્સો

બૉક્સર નરેન્દ્ર બરવાલે વડા પ્રધાન મોદીને જણાવ્યો કિસ્સો


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવી દિલ્હીમાં 2026 કૉમનવેલ્થ ગેમ્સમાં મૅડલ જીતનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાતનો એક વીડિયો સોમવારે યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યો હતો. વાતચીત દરમિયાન, ખેલાડીઓએ વડા પ્રધાન મોદી સાથેના પોતાના અનુભવો શૅર કર્યા. વાતચીતની શરૂઆતમાં, પીએમ મોદીએ કહ્યું, "જો કોઈ એવું હોય જેમને હું છેલ્લા 10-12 વર્ષોમાં આ નિવાસસ્થાને નિયમિતપણે મળતો હોઉં, તો તે આ ખેલાડીઓ છે. આ સમયગાળા દરમિયાન, ખેલાડીઓની મહેનત, સતત સફળતા અને નવી ઊંચાઈઓ સર કરવાની પરંપરાએ દેશને ગૌરવ અપાવ્યું છે." ભારતે 2026 કૉમનવેલ્થ ગેમ્સમાં 13 ગોલ્ડ સહિત કુલ 39 મૅડલ જીત્યા હતા.

નરેન્દ્ર બેરવાલે પાકિસ્તાની બૉક્સર સાથે જોડાયેલી એક ઘટના જણાવી



ભારતીય બૉક્સર નરેન્દ્ર બેરવાલ, જે રજત પદક (Silver Medal) વિજેતા હતા, તેમણે 2015 વર્લ્ડ મિલિટરી ગેમ્સમાંથી વડા પ્રધાન મોદી સાથે એક ઘટનાનું વર્ણન કર્યું. તેમણે કહ્યું કે તેમનો પહેલો મુકાબલો પાકિસ્તાની બૉક્સર સામે હતો. મૅચ પહેલા, તેમને ભારતીય સેના તરફથી ફોન આવ્યો જેમાં તેમને પાકિસ્તાન સામે મુકાબલો ન હારવાની સૂચના આપવામાં આવી હતી. બરવાલે મૅચ જીતી લીધી. બન્ને બૉક્સરોને ફાઇટ દરમિયાન ઇજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં, પાકિસ્તાની બૉક્સરે બેરવાલને કહ્યું, "ભાઈજાન, શું હું કંઈક કહી શકું? તમારું નામ નરેન્દ્ર છે, તમારા કોચનું નામ નરેન્દ્ર છે, અને તમારા વડા પ્રધાનનું નામ પણ નરેન્દ્ર છે." પછી તેમણે મજાકમાં ટિપ્પણી કરી કે તેમને `નરેન્દ્ર` નામથી જ નફરત થવા લાગી છે. આ કિસ્સો સાંભળીને વડા પ્રધાન મોદી હસ્યા.


મીરાબાઈ ચાનુએ એક મુશ્કેલ તબક્કાની વાત જણાવી


પીએમ મોદીએ વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુને કહ્યું, "તમે એટલા બધા આંસુ વહાવી રહ્યા હતા કે દરેક આંસુ મને સુવર્ણ ચંદ્રક જેવું લાગતું હતું." ચાનુએ કહ્યું, "પૅરિસ ઑલિમ્પિકમાં મૅડલ ચૂકી ગયા પછી છેલ્લા ચાર વર્ષ મારા માટે ખૂબ જ મુશ્કેલ હતા. આ સમય દરમિયાન, મને સતત ઇજાઓ અને કૌટુંબિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જ્યારે હું કૉમનવેલ્થ ગેમ્સમાં મૅડલ જીત્યા પછી પોડિયમ પર ઉભી રહી અને રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું, ત્યારે હું મારા આંસુ રોકી શકી નહીં." ચાનુએ મહિલાઓની 48 કિગ્રા વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં કુલ 190 કિગ્રા વજન ઉપાડીને ગોલ્ડ જીત્યો.

જદુમણિએ પોતાનો મૅડલ કારગિલના નાયકોને સમર્પિત કર્યો

બૉક્સર જદુમણિ સિંહે 26 જુલાઈના રોજ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પાકિસ્તાનના રહેમાન સુમામાને 5-0થી હરાવ્યો. તેમણે કહ્યું, "હું ભારતીય સેના સાથે સંકળાયેલો છું, તેથી મેં પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે મારે પાકિસ્તાનને હરાવવું પડશે. મેં 5-0થી જીત મેળવી અને મારો મૅડલ કારગિલના નાયકોને સમર્પિત કર્યો." જદુમણિએ 55 કિગ્રા વર્ગમાં સિલ્વર મૅડલ જીત્યો.

પાંચ રમતોમાંથી 37 મૅડલ જીત્યા

હરિયાણાની સીમા કાલીરામને 58.65 મીટરના અંતર સાથે ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મૅડલ જીત્યો. તેમણે કહ્યું, "મારા મિત્રો મજાકમાં પૂછતા હતા, `શું તમે મોદીને મળ્યા છો?` હવે હું ખુશીથી તેમને કહી શકું છું, `હા, હું મોદીજીને મળ્યો છું.`" પૅરા-ઍથ્લીટ દિલીપ મહાદુ ગાવિતે પુરુષોની પેરા T47 100 મીટર દોડમાં 10.71 સેકન્ડનો સમય કાઢીને ગોલ્ડ મૅડલ જીત્યો. તેમણે કહ્યું, "આ કાર્યક્રમના દિવસે ગુરુ પૂર્ણિમા હતી, અને મેં આ મૅડલ મારા ગુરુને ભેટ તરીકે અર્પણ કર્યો."

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 05:58 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK