Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Pune Cyber Crime: રતન ટાટા આપી રહ્યા હતા ૧૦૦ ટકા નફાની ગેરંટી, એમાં ઠગોની જાળમાં સપડાઈ ગઈ મહિલા

Pune Cyber Crime: રતન ટાટા આપી રહ્યા હતા ૧૦૦ ટકા નફાની ગેરંટી, એમાં ઠગોની જાળમાં સપડાઈ ગઈ મહિલા

Published : 10 August, 2026 03:48 PM | Modified : 10 August, 2026 03:50 PM | IST | Pune
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Pune Cyber Crime: હાલમાં જ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો ફૅક વિડિયો બનાવીને છેતરામણી થઇ હતી હવે સ્વર્ગસ્થ બિઝનેસમેન રતન ટાટાનો ડીપફૅક વિડિયો બનાવીને લાખો રૂપિયાની ઠગાઈ થઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજકાલ તો મોબાઈલમાં ક્યાંક એક ક્લિકમાં પણ માણસોનાં બૅન્કખાતાંઓ ખાલી થઇ જતાં (Pune Cyber Crime) હોય છે, તેવે સમયે ચેતવું ખૂબ જરૂરી બની ગયું છે. હાલમાં જ પૂણેમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે ફરી એકવાર સાયબર ઠગોની નવી કરતૂત સામે લાવીને મૂકી છે.  દેશના પોપ્યુલર લોકોના ડીપફૅક અર્થાંત ખોટા વિડિયોઝને લીધે સામાન્ય પ્રજાને ભોળવીને છેતરવામાં આવ્યાના કિસ્સાઓ જૂના તો નથી જ. તેમાં એક નવો કિસ્સો પૂણેથી ઉમેરાયો છે. 

હાલમાં જ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો ફૅક વિડિયો બનાવીને છેતરામણી થઇ હતી હવે સ્વર્ગસ્થ બિઝનેસમેન રતન ટાટાનો ડીપફૅક વિડિયો બનાવીને લાખો રૂપિયાની ઠગાઈ થઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.



પુણેમાં આંબેગાવ બુદરૂક વિસ્તારની એક મહિલા સાયબર ઠગાઈ (Pune Cyber Crime)નો ભોગ બની હતી. સાયબર ઠગોએ રતન ટાટાનો એક બનાવટી વિડિયો ક્રિએટ કર્યો હતો, જેમાં તેઓ એક ચોક્કસ રોકાણ યોજના વિશે વાત કરી રહ્યા છે. અને તેઓ આ યોજનામાં ઇન્વેસ્ટ કરવાથી નફાની સો ટકા ગેરંટી પણ આપી રહ્યા છે. અને આ બનાવટી વિડિયો પર વિશ્વાસ મૂકીને મહિલાએ ₹૪,૦૯,૦૦૦ ગુમાવ્યા છે. મહિલાએ પોતે છેતરાઈ હોવાનું જણાતા ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.


ઉલ્લેખનીય છે કે રતન ટાટાએ પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર (Pune Cyber Crime) કરીને આવા જ એક ફૅક ઇન્ટરવ્યુ વિડિયો અંગે લોકોને સાવચેત કર્યા હતા. સ્કેમર્સે `સોના અગ્રવાલ` નામના યુઝર દ્વારા એક વિડીયો શેર કર્યો હતો, જેમાં રતન ટાટા સોના અગ્રવાલને પોતાના મેનેજર બતાવી રહ્યા છે અને સો ટકા રિસ્ક-ફ્રી ગેરંટી સાથે ઇન્વેસ્ટ કરવાની ભલામણ કરી રહ્યા છે, જોકે આ બનાવટી અને પાયાવિહોણો વિડિયો સામે આવ્યા બાદ રતન ટાટાએ તેના સ્ક્રીનશોટ પર મોટા અક્ષરે `FAKE` લખીને ફૅન્સ અને ફોલોઅર્સને અલર્ટ કર્યા હતા.

શું છે આ ડીપફૅક ટેક્નોલોજી?


ડીપફેક એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીની મદદથી કોઈ વ્યક્તિના આબેહૂબ (Pune Cyber Crime) દેખાય એવા વિડિયો, ફોટો કે અવાજમાં ડિજિટલી છેડછાડ કરીને તદ્દન બનાવટી વિડિયો તૈયાર કરવા. સાયબર ઠગો મોટે ભાગે સેલિબ્રિટીઝ કે અન્ય જાણીતા લોકોના ચહેરા અને અવાજનો ઉપયોગ કરીને ભોળા લોકોને પોતાની જાળમાં ફસાવે છે. એટલે જ કોઈ પણ જાણીતી હસ્તીના વિડિયો કે મેસેજના આધારે નાણાકીય વ્યવહાર કરતાં પહેલાં ઓફિશિયલ સોર્સમાંથી તેની ખરાઈ કરવી જ જોઈએ. પ્લસ ઓછા રોકાણે વધુ વળતર કે ૧૦૦ ટકાની ગેરંટી જેવા દાવાઓ પર કોઈ દિવસ ભોળવાઈ ન જવું. અને જો તમારી સાથે અથવા આસપાસ કોઇની પણ સાથે આવી સાયબર છેતરામણી થાય છે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરવો.

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 03:50 PM IST | Pune | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK