Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ૪૮ કિલોનું વજન જાળવી રાખવા ૩ દિવસ ભોજન-પાણી વગર રહી હતી મીરાબાઈ ચાનુ

૪૮ કિલોનું વજન જાળવી રાખવા ૩ દિવસ ભોજન-પાણી વગર રહી હતી મીરાબાઈ ચાનુ

Published : 28 July, 2026 11:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યા બાદ મીરાબાઈ ચાનુએ ખુલાસો કર્યો કે 48 કિલો કૅટેગરીમાં વજન જાળવવા માટે તેણે ત્રણ દિવસ સુધી પાણી પણ પીધું નહોતું.

 મીરાબાઈ ચાનુ

મીરાબાઈ ચાનુ


કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવનાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે ‘આ વખતે ૪૮ કિલો કૅટેગરીમાં મારું વજન જાળવી રાખવા માટે મારે બધું છોડી દેવું પડ્યું. હું ખાઈ શકી નહીં અને મેં ત્રણ દિવસ સુધી પાણી પણ પીધું નહોતું.’
મીરાબાઈએ ગોલ્ડ જીતવા માટે કુલ ૧૯૦ કિલો વજન ઉપાડ્યું હતું. તેણે સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે ‘રાષ્ટ્રગીતની સાથે તિરંગો લહેરાતો જોઈને મને અહેસાસ થયો કે મેં મમ્મી અને કોચ વિજય શર્માને આપેલું વચન પૂર્ણ કર્યું છે. તમારા અતૂટ સમર્થન અને વિશ્વાસે મને દેશ માટે મારું શ્રેષ્ઠ આપવા માટે પ્રેરણા આપી છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK