Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ટેબલ ટેનિસમાં માનુષ શાહ-માનવ ઠક્કરે ભારત માટે સર્વોચ્ચ વર્લ્ડ રૅન્કિંગ પ્રાપ્ત કર્યું

ટેબલ ટેનિસમાં માનુષ શાહ-માનવ ઠક્કરે ભારત માટે સર્વોચ્ચ વર્લ્ડ રૅન્કિંગ પ્રાપ્ત કર્યું

Published : 08 July, 2026 10:56 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેઓ આ રમતના ઇતિહાસમાં સૌથી વધુ ક્રમાંકિત ભારતીય જોડી બની ગયા છે

ટેબલ ટેનિસમાં માનુષ શાહ-માનવ ઠક્કર

ટેબલ ટેનિસમાં માનુષ શાહ-માનવ ઠક્કર


માનુષ શાહ અને માનવ ઠક્કરે ઇન્ટરનૅશનલ ટેબલ ટેનિસ ફેડરેશનની મેન્સ ડબલ્સ વર્લ્ડ રૅન્કિંગમાં શાનદાર રૅન્કિંગ પ્રાપ્ત કર્યું છે. બન્ને ૩૫૬૦ પૉઇન્ટ સાથે વર્લ્ડ નંબર થ્રીના સ્થાન પર પહોંચીને પોતાની કરીઅરના સર્વોચ્ચ રૅન્કિંગ પર પહોંચ્યા છે.

તેઓ આ રમતના ઇતિહાસમાં સૌથી વધુ ક્રમાંકિત ભારતીય જોડી બની ગયા છે. અગાઉ મનિકા બત્રા અને અર્ચના કામથે મહિલા ડબલ્સમાં વર્લ્ડ નંબર ફોરનો રેકૉર્ડ બનાવ્યો હતો. વડોદરાના પચીસ વર્ષના માનુષ શાહે ૧૦ વર્ષની ઉંમરે અને રાજકોટના ૨૬ વર્ષના માનવ ઠક્કરે પાંચ વર્ષની ઉંમરે ટેબલ ટેનિસની સફર શરૂ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 July, 2026 10:56 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK