Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલી સ્ટેશન પર શરાબી યુવકનો લવ ડ્રામા

બોરીવલી સ્ટેશન પર શરાબી યુવકનો લવ ડ્રામા

Published : 12 July, 2026 07:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્લૅટફૉર્મ પર આળોટીને યુવતીના પગ પકડીને તેને મનાવતો રહ્યો

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


બોરીવલી સ્ટેશનની વેસ્ટ બાજુએ આવેલા પ્લૅટફૉર્મ પર નશાની હાલતમાં દેખાતો એક યુવક એક યુવતીના પગ પકડીને નીચે આળોટતો હોય અને તેને મનાવવાનો પ્રયાસ કરતો હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વિડિયો શુક્રવારનો હોવાનું માનવામાં આવે છે.

વિડિયોમાં કાળું પૅન્ટ અને બ્લુ શર્ટ પહેરેલો યુવક મોઢા પર દુપટ્ટો બાંધેલી એક યુવતીના પગ પકડીને આજીજી કરતો અને તેને મનાવવાનો પ્રયાસ કરતો જણાય છે. યુવતી યુવકનો વિરોધ તો નથી કરતી, પરંતુ તેને મચક પણ આપતી નથી એટલે બન્ને એકબીજાના પરિચિત હોવાનું માનીને આસપાસ ઊભેલા લોકો પણ હસ્તક્ષેપ કરતા નથી.



જોકે ઘણા સમય સુધી આ ડ્રામા ચાલુ રહેતાં આખરે મહિલા પોલીસ ત્યાં પહોંચે છે અને મામલો થાળે પાડે છે. પોલીસ યુવકની પૂછપરછ કરતી હતી ત્યારે તે નશામાં હોવાનું જણાતું હતું. જોકે તે યુવક વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ હોવાનું રેલવે-અધિકારીઓએ કે પોલીસે જણાવ્યું નહોતું. 


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2026 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK