Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > કારગિલ વિજય દિવસે પાકિસ્તાની બૉક્સરને માત આપીને ભારતના જાદુમણિ સિંહે યુદ્ધના નાયકોને જીત સમર્પિત કરી

કારગિલ વિજય દિવસે પાકિસ્તાની બૉક્સરને માત આપીને ભારતના જાદુમણિ સિંહે યુદ્ધના નાયકોને જીત સમર્પિત કરી

Published : 28 July, 2026 12:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતના જાદુમણિ સિંહે કૉમનવેલ્થ ગેમ્સ 2026ની બૉક્સિંગ સ્પર્ધામાં પાકિસ્તાની હરીફને 5-0થી હરાવી ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે ઇંગ્લૅન્ડના બૉક્સર સામે જીત મેળવી તે મેડલ નિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.

જાદુમણિ સિંહ

જાદુમણિ સિંહ


મેડલ કન્ફર્મ કરવા આજે ક્વૉર્ટર ફાઇનલમાં જીતવું પડશે

કૉમનવેલ્થ ગેમ્સ 2026માં રવિવારે મધરાતે જાદુમણિ સિંહ મંડેન્ગબામે પુરુષોની પંચાવન કિલો કૅટેગરીના રાઉન્ડર ઑફ 16માં વિજય મેળવ્યો હતો. તેણે પાકિસ્તાનના સુમામા રહમાન સામે ૫-૦થી જીત નોંધાવી હતી. મણિપુરનો બાવીસ વર્ષનો આ ખેલાડી આજે ક્વૉર્ટર ફાઇનલમાં ઇંગ્લૅન્ડના હરીફ સામે ટકરાશે અને સેમી-ફાઇનલમાં પહોંચીને મેડલ પાકો કરવાનો પ્રયાસ કરશે. 
મૅચ પછી બન્ને દેશના બૉક્સરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને તેમણે હાથ મિલાવ્યા ન હતા. ૨૬ જુલાઈએ કારગિલ વિજય દિવસ નિમિત્તે મળેલી આ જીત જાદુમણિએ કારગિલ યુદ્ધના નાયકોને સમર્પિત કરી હતી. 
મણિપુરના ઇમ્ફાલનો જાદુમણિ સિંહ શરૂઆતમાં ફુટબૉલર બનવાની ઇચ્છા રાખતો હતો, પરંતુ તેના કાકાએ પછીથી તેને બૉક્સિંગ સાથે પરિચય કરાવ્યો હતો. જાદુમણિ સિંહ પંચાવન કિલો કૅટેગરીમાં અગાઉ નૅશનલ ટાઇટલ અને વર્લ્ડ બૉક્સિંગ કપમાં સિલ્વર મેડલ જીતી ચૂક્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK