Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારતે પાકિસ્તાનની મહિલા ફુટબૉલ ટીમને ૧૮-૦થી કચડી નાખી

ભારતે પાકિસ્તાનની મહિલા ફુટબૉલ ટીમને ૧૮-૦થી કચડી નાખી

28 October, 2021 06:25 PM IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતના ગોલપોસ્ટમાં એક ગોલ (ઑન ગોલ) પાકિસ્તાની ખેલાડી એમન ફૈયાઝથી થઈ ગયો હતો. હાફ ટાઇમ વખતે ભારત ૯-૦થી આગળ હતું.

ભારતે પાકિસ્તાનની મહિલા ફુટબૉલ ટીમને ૧૮-૦થી કચડી નાખી

ભારતે પાકિસ્તાનની મહિલા ફુટબૉલ ટીમને ૧૮-૦થી કચડી નાખી


રવિવાર, ૨૪ ઑક્ટોબરે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપની મૅચ હતી એ જ દિવસે થાઇલૅન્ડમાં ભારત અને પાકિસ્તાનની મહિલા ફુટબૉલરો વચ્ચે એએફસી અન્ડર-19 ક્વૉલિફાઇંગ રાઉન્ડની રસપ્રદ મૅચ હતી જેમાં ભારતની મહિલા ટીમે પાકિસ્તાનની મહિલા ટીમને ૧૮-૦થી પરાસ્ત કરીને એને શરમજનક હાલતમાં મૂકી દીધી હતી.
ભારતીય ટીમે શરૂઆતથી છેક સુધી પાકિસ્તાની ટીમ પર પ્રભુત્વ જમાવ્યું હતું. ભારત વતી રેણુએ સૌથી વધુ પાંચ ગોલ (૫૨, ૫૪, ૭૫, ૮૫, ૯૦મી મિનિટમાં) કર્યા હતા. ત્રણ ગોલ મનીષા (૨, ૨૫, ૪૭મી મિનિટમાં) કર્યા હતા. અન્ય છ ખેલાડીઓમાં કોઈએ એક તો કોઈએ બે ગોલ કર્યા હતા. ભારતના ગોલપોસ્ટમાં એક ગોલ (ઑન ગોલ) પાકિસ્તાની ખેલાડી એમન ફૈયાઝથી થઈ ગયો હતો. હાફ ટાઇમ વખતે ભારત ૯-૦થી આગળ હતું. ફિફાએ સાડાત્રણ વર્ષનું જે સસ્પેન્શન મૂક્યું એ પૂરું કરીને પાકિસ્તાની ટીમ ફરી રમવા આવી હતી અને એણે નામોશી જોવી પડી.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2021 06:25 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK