Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > તાઇપેઇ ઓપન બૅડ્‌મિન્ટન ટુર્નામેન્ટની સૌથી યંગેસ્ટ ચૅમ્પિયન બની ભારતની તન્વી શર્મા

તાઇપેઇ ઓપન બૅડ્‌મિન્ટન ટુર્નામેન્ટની સૌથી યંગેસ્ટ ચૅમ્પિયન બની ભારતની તન્વી શર્મા

Published : 03 August, 2026 04:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતની 17 વર્ષની શટલર તન્વી શર્માએ તાઇપેઇ ઓપન સુપર 300 જીતીને ઇતિહાસ રચ્યો છે. તે આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં મહિલા કે પુરુષ સિંગલ્સમાં સૌથી નાની ઉંમરની ચૅમ્પિયન બની છે.

તન્વી શર્મા

તન્વી શર્મા


ભારતની ૧૭ વર્ષની શટલર તન્વી શર્માએ રવિવારે તાઇપેઇ ઓપન સુપર ૩૦૦ની મહિલા સિંગલ્સ ફાઇનલમાં જીત નોંધાવીને ઇતિહાસ રચ્યો છે.પંજાબની તન્વી શર્મા તાઇપેઇ ઓપનના પુરુષ કે મહિલા સિંગલ્સમાં ચૅમ્પિયન બનનાર યંગેસ્ટ પ્લેયર બની છે. 
વિયેતનામની થુઇ લિન્હ ગુયેન સામે ૩૬ મિનિટની મૅચમાં ૨૧-૧૬, ૨૧-૧૬થી જીત નોંધાવીને તન્વી શર્માએ બૅડ્‌મિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF)નું પોતાનું પહેલું વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યું હતું. અગાઉ ૨૦૦૮માં ભારતની સાઇના નેહવાલ આ ટુર્નામેન્ટમાં ચૅમ્પિયન બની હતી. ૨૦૦૯માં મિક્સ્ડ ડબલ્સમાં ભારતીય જોડી જ્વાલા ગુટ્ટા અને વલિયાવીથિલ દીજૂએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

20 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો



આ બૅડ્‌મિન્ટન ટુર્નામેન્ટમાં ૧૭ વર્ષ ૨૨૨ દિવસની ઉંમર સાથે તન્વી શર્માએ યંગેસ્ટ ચૅમ્પિયન તરીકેનો ૨૦ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો છે. ૨૦૦૬માં સાઉથ કોરિયાના પુરુષ શટલર લી યોન્ગ ડેએ ૧૭ વર્ષ ૨૮૭ દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2026 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK