Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારત ૨૦ વર્ષ પછી AFC અન્ડર-20 એશિયન કપ માટે ક્વૉલિફાય થયું

ભારત ૨૦ વર્ષ પછી AFC અન્ડર-20 એશિયન કપ માટે ક્વૉલિફાય થયું

Published : 08 September, 2026 09:00 AM | IST | Tashkent
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતે ૨૦ વર્ષ બાદ AFC અન્ડર-20 એશિયન કપમાં વાપસી કરી. બંગલાદેશને ૩-૦થી હરાવીને ભારતે 2027ની ટુર્નામેન્ટ માટે ક્વૉલિફાય કર્યું અને ગ્રુપ Bમાં બીજા ક્રમે રહ્યું.

ભારતની અન્ડર-20 મેન્સ ફુટબૉલ ટીમના સભ્યો.

ભારતની અન્ડર-20 મેન્સ ફુટબૉલ ટીમના સભ્યો.


૨૦ વર્ષ પછી ભારતે એશિયન ફુટબૉલ કન્ફેડરેશન (AFC) અન્ડર-20 એશિયન કપમાં વાપસી કરી છે. રવિવારે ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં અંતિમ ગ્રુપ B ક્વૉલિફાયર મૅચમાં ભારતે બંગલાદેશને ૩-૦થી હરાવીને AFC અન્ડર-20 એશિયન કપ 2027 માટે ક્વૉલિફાય કર્યું હતું. આ જીત સાથે ભારત ૩ મૅચમાંથી ૬ પૉઇન્ટ સાથે ગ્રુપ Bમાં બીજા સ્થાને રહ્યું હતું. ૮ ગ્રુપમાં ૭ શ્રેષ્ઠ રનરઅપ ટીમોમાંની એક તરીકે ભારત એશિયન કપ 2027 માટે ક્વૉલિફાય થયું છે. AFC અન્ડર-20 એશિયન કપ 2027 આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં ચીનમાં યોજાશે. આ ટુર્નામેન્ટ અન્ડર-20 વર્લ્ડ માટે ક્વૉલિફિકેશન ટુર્નામેન્ટ ગણાશે. ટોચની ૪ ટીમો આવતા વર્ષે અઝરબૈજાન અને ઉઝબેકિસ્તાનમાં યોજાનાર વર્લ્ડ કપ માટે સીધી ક્વૉલિફાય થશે. 


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 09:00 AM IST | Tashkent | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK