અમદાવાદમાં આયોજિત કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમોએ દબદબો જાળવી રાખ્યો છે. બન્ને ટીમોએ હૅટ-ટ્રિક જીત સાથે સેમી-ફાઇનલમાં લગભગ સ્થાન સુનિશ્ચિત કરી લીધું છે.
કબડ્ડીમાં ભારતીય ટીમની જીત
અમદાવાદમાં આયોજિત કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમોએ દબદબો જાળવી રાખ્યો છે. બન્ને ટીમોએ હૅટ-ટ્રિક જીત સાથે સેમી-ફાઇનલમાં લગભગ સ્થાન સુનિશ્ચિત કરી લીધું છે.
ગઈ કાલે ભારતીય મહિલા ટીમે ૪૧ -૧૮થી યુગાન્ડા સામે જીત નોંધાવીને ગ્રુપ Aમાં ૬ પૉઇન્ટ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ભારતીય પુરુષ ટીમને મલેશિયા સામે ૩૭-૨૩ના સ્કોરથી જીત મળી હતી. આજે ભારતની મહિલાઓ અને પુરુષો નાઇજીરિયા સામે ટકરાશે.
