Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારત-ઑસ્ટ્રેલિયા વિમેન્સ A ટીમની ટેસ્ટ-મૅચ અચાનક ધર્મશાલાથી મોહાલીમાં કેમ શિફ્ટ થઈ?

ભારત-ઑસ્ટ્રેલિયા વિમેન્સ A ટીમની ટેસ્ટ-મૅચ અચાનક ધર્મશાલાથી મોહાલીમાં કેમ શિફ્ટ થઈ?

Published : 24 September, 2026 03:47 PM | IST | Mohali
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત અને ઑસ્ટ્રેલિયા વિમેન્સ A ટીમ વચ્ચે ૨૯ સપ્ટેમ્બરથી ધરમશાલામાં રમાનારી એકમાત્ર રેડ-બોલ મૅચ વરસાદને કારણે મોહાલી ખસેડાઈ છે. ધરમશાલા સ્ટેડિયમની આઉટફીલ્ડને નુકસાન થયું હોવાથી આ નિર્ણય લેવાયો છે.

યાસ્તિકા ભાટિયા

યાસ્તિકા ભાટિયા


ભારત અને ઑસ્ટ્રેલિયાની વિમેન્સ A ટીમો વચ્ચે ૨૯ સપ્ટેમ્બરથી શરૂ થનારી એકમાત્ર રેડ-બોલ મૅચ ધરમશાલાથી મોહાલી ખસેડવામાં આવી છે. વરસાદને કારણે ધરમશાલાના રમણીય સ્ટેડિયમના આઉટફીલ્ડને નુકસાન થયું હોવાથી આ નિર્ણય લેવાયો છે.  
ત્રણ T20 અને ત્રણ વન-ડે સિરીઝ પહેલાંથી જ મોહાલીના નવા અને જૂના સ્ટેડિયમમાં રમાવાની હતી. T20 સિરીઝમાં ઑસ્ટ્રેલિયાની ટીમે ક્લીન સ્વીપ કરી હતી.

યાસ્તિકા ભાટિયાની તોફાની સેન્ચુરી એળે ગઈ



ગઈ કાલે ભારત A ટીમ સામે બીજી વન-ડે મૅચમાં બે વિકેટની જીત સાથે ઑસ્ટ્રેલિયાએ સિરીઝ ૧-૧થી લેવલ કરી હતી. બરોડાની યાસ્તિકા ભાટિયાએ ૮૪ બૉલમાં ૧૬ ફોર, બે સિક્સની મદદથી ૧૧૨ રન કરીને ટીમનો સ્કોર ૩૩૮/૬ સુધી પહોંચાડ્યો હતો. ઑસ્ટ્રેલિયાએ ત્રણ ફિફ્ટીની મદદથી ૪૯.૩ ઓવરમાં ૩૪૧/૮નો સ્કોર કરીને ૩૩૯ રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો હતો. અંતિમ મૅચ પચીસ સપ્ટેમ્બરે રમાશે. 


 


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 03:47 PM IST | Mohali | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK