બિહારમાં જન્મેલા અને આઇઆઇટી કાનપુર પાસઆઉટ અભિષેક આનંદ જપાનમાં વૈભવ સૂર્યવંશી અને ઈશાન કિશનને મળ્યો. જપાન તરફથી ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરી ચૂકેલા અભિષેકે ભારત સામેની મૅચ ટીમની જર્સી પહેરીને જોઈ અને ફોટો શૅર કર્યો.
અભિષેક આનંદ, વૈભવ સૂર્યવંશી અને ઈશાન કિશન
બિહારમાં જન્મેલો IIT-કાનપુર પાસઆઉટ અભિષેક આનંદ હાલમાં જપાનમાં ભારતના બે બિહારી ક્રિકેટર્સને મળ્યો હતો. ગયા વર્ષે જપાન તરફથી ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર અભિષેક આનંદ હાલમાં ટીમનો ભાગ નથી પણ ટીમની જર્સી પહેરીને તે ભારત સામેની મૅચ જોવા આવ્યો હતો.
બિહારમાં જન્મેલા ક્રિકેટર્સ વૈભવ સૂર્યવંશી અને ઈશાન કિશન સાથે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ફોટો શૅર કરીને અભિષેક આનંદે લખ્યું કે ‘ડિફરન્ટ જર્સી, સેમ રૂટ. બિહારી બૉય્ઝ યુનાઇટેડ બાય ક્રિકેટ.’
