Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ડિફેન્ડિંગ ચૅમ્પિયન કાર્લોસ અલ્કારાઝ યુએસ ઓપનમાંથી બહાર

ડિફેન્ડિંગ ચૅમ્પિયન કાર્લોસ અલ્કારાઝ યુએસ ઓપનમાંથી બહાર

Published : 10 September, 2026 12:41 PM | IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બેન શેલ્ટન સામે યુએસ ઓપનની સૌથી મોડે સુધી ચાલનારી મૅચ રમી

કાર્લોસ અલ્કારાઝ

કાર્લોસ અલ્કારાઝ


ગઈ કાલે વિશ્વના ત્રીજા નંબરના અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન કાર્લોસ અલ્કારાઝને યુએસ ઓપન ક્વૉર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઊલટી થતી હોવા છતાં સ્પેનના અલ્કારાઝે ૪ કલાક અને ૨૮ મિનિટ સુધી મૅચ રમી હતી. 
વિશ્વના નવમા નંબરના ખેલાડી એવા અમેરિકાના બેન શેલ્ટને ૬-૭(૫-૭), ૬-૧, ૬-૩, ૧-૬, ૭-૬(૧૦-૭)ની સ્કોરલાઇન સાથે અલ્કારાઝ સામે પહેલી વખત જીત નોંધાવી હતી.
ન્યુ યૉર્કના સમય અનુસાર આ મૅચ મધરાતે ૩.૩૩ વાગ્યા સુધી ચાલી હતી. આ મૅચ યુએસ ઓપનમાં સૌથી મોડે સુધી ચાલનારી મૅચ બની હતી. ૨૩ વર્ષનો બેન શેલ્ટન અગાઉ યુએસ ઓપન 2023 અને ઑસ્ટ્રેલિયન ઓપન 2025માં ગ્રૅન્ડ સ્લૅમ સેમી-ફાઇનલ સુધી પહોંચ્યો હતો. 

વિશ્વની નંબર વન ખેલાડી અને યુએસ ઓપનની ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્યના સબાલેન્કાએ ચેક રિપબ્લિકની લિન્ડા નોસ્કોવાને ત્રણ સેટની રોમાંચક મૅચમાં હરાવીને સતત છઠ્ઠા વર્ષે યુએસ ઓપન મહિલા સિંગલ્સ સેમી-ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2026 12:41 PM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK