° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


6 રેકૉર્ડ સાથે રોનાલ્ડોની એન્ટ્રી

17 June, 2021 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મંગળવારે રાતે રમાયેલી ગ્રુપ-એફની એક મૅચમાં સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નેતૃત્વવાળી પોર્ટુગલે ૩-૦થી હંગેરીને હરાવ્યું હતું. આ ત્રણેય ગોલ મૅચની છેલ્લી ૧૦ મિનિટમાં થયા હતા.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

મંગળવારે રાતે રમાયેલી ગ્રુપ-એફની એક મૅચમાં સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નેતૃત્વવાળી પોર્ટુગલે ૩-૦થી હંગેરીને હરાવ્યું હતું. આ ત્રણેય ગોલ મૅચની છેલ્લી ૧૦ મિનિટમાં થયા હતા. આ ત્રણ ગોલમાંથી કૅપ્ટન રોનાલ્ડોએ બે ગોલ કર્યા હતા અને એની સાથે ૬ રેકૉર્ડ રચી દીધા હતા. 

ટુર્નામેન્ટના ૧૦ યજમાનોમાં ફક્ત હંગેરીમાં જ પ્રેક્ષકોના પ્રવેશ વિશે કોઈ પાબંદી નથી અને મંગળવારે આ મૅચ માણવા ૬૭૨૧૫ ફુટબૉ-ચાહકો ઊમટી આવ્યા હતા જેમાં મોટા ભાગના હંગેરીના હતા અને તેમણે નિરાશ થવું પડ્યું હતું. હંગેરી સામે પોર્ટુગલની આ ૧૪મી મૅચ હતી અને મંગળવારની જીત સાથે તેમણે હંગેરી સામે ક્યારેય ન હારવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો હતો. અત્યાર સુધી બન્ને વચ્ચે ૧૪ ટક્કર જામી છે જેમાં પોર્ટુગલ ૧૦ જીત્યું છે અને ચાર ડ્રૉ રહી હતી. 

રોનાલ્ડોએ રચેલા રેકૉર્ડ્સ
૧. સતત પાંચ યુરો કપમાં ગોલ કરનાર પહેલો ખેલાડી બન્યો રોનાલ્ડો. ૨૦૦૪, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૬ બાદ હવે ૨૦૨૦ યુરો કપમાં રોનાલ્ડો ગોલ કરવામાં સફળ થયો છે.

૨. મંગળવારના બે ગોલ સાથે રોનાલ્ડો યુરો કપમાં સૌથી વધુ ૧૧ ગોલ કરનાર ખેલાડી બન્યો. તેણે ફ્રાન્સના ખેલાડી માઇકલ પ્લાતિનીનો રેકૉર્ડ તોડ્યો. 

૩. એક જ મૅચમાં બે કે એથી વધુ ગોલ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો. મંગળવારે ૩૬ વર્ષ અને ૧૩૦ દિવસની ઉંમરે રોનાલ્ડાએ હંગરી સામે બે ગોલ કર્યા હતા. આ રેકૉર્ડ પહેલાં યુક્રેનના આંદ્રે શ્વેચેંકોના નામે હતો. તેણે ૨૦૧૨માં ૩૫ વર્ષ અને ૨૫૬ દિવસની ઉંમરે સ્વીડન સામે બે ગોલ કર્યા હતા. 

૪. મેજર ટુર્નામેન્ટમાં પોર્ટુગલ વતી રોનાલ્ડોની આ ૩૯મી મૅચ હતી. આ સાથે એક દેશ વતી સૌથી વધુ મેજર ટુર્નામેન્ટ રમનાર યુરોપિયન ખેલાડી બન્યો હતો. આ પહેલાં આ રેકૉર્ડ જર્મનીના બાસ્ટિયન શ્વેશસ્ટીગરના નામે હતો. તે જર્મની વતી મેજર ટુર્નામેન્ટમાં ૩૮ મૅચ રમ્યો હતો. 

૫. રોનાલ્ડો આ રેકોર્ડ પાંચમી વાર યુરો કપમાં રમ્યો હતો. અત્યાર સુધી કુલ ૧૭ ખેલાડીઓ ચાર-ચાર યુરો કપ રમ્યા છે. ૨૦૧૬માં રોનાલ્ડો સહિત ૧૧ ખેલાડી એવા હતા જેઓ ચોથી વાર યુરો કપમાં રમી રહ્યા હતા. જોકે એમાંથી ૧૦ જણમાંથી અમુકે સંન્યાસ લઈ લીધો છે તો અમુક ઇન્જરીને લીધે નથી રમી રહ્યા. એકમાત્ર રોનાલ્ડો રેકૉર્ડ પાંચમી વાર યુરો કપ રમવા મેદાનમાં ઊતર્યો છે. 

૬. રોનાલ્ડો પોર્ટુગલ વતી રમાયેલી બધી જ ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં ગોલ કરનાર પહેલો ખેલાડી છે. તે ૨૦૦૪માં યુરો કપમાં શરૂઆત કરીને અત્યાર સુધી પોર્ટુગલ વતી ૧૧ મેજર ટુર્નામેન્ટ રમ્યો છે અને બધામાં ગોલ કર્યા છે; જેમાં પાંચ યુરો કપ, ચાર વર્લ્ડ કપ, ૨૦૧૭ કૉન્ફેડરેશન કપ અને ૨૦૧૯ નેશન્સ લીગનો સમાવેશ છે. 

17 June, 2021 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

Tokyo Olympic: પીવી સિંધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ, ચીની ખેલાડીને આપી મ્હાત

ટોક્યો ઓલિમ્પિકમાં પીવી સિંધુએ ચીનની ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

01 August, 2021 07:05 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
અન્ય સ્પોર્ટ્સ

મહિલા હૉકી ટીમ ૪૧ વર્ષ બાદ ક્વૉર્ટર ફાઇનલમાં

પ્રથમ ત્રણેય મૅચ હાર્યા બાદ ભારતીય મહિલા હૉકી ટીમે શાનદાર કમબૅક કરતાં ગઈ કાલે સાઉથ આફ્રિકાને ૪-૩થી હરાવીને સતત બીજો વિજય નોંધાવ્યો હતો.

01 August, 2021 04:29 IST | mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

Tokyo Olympics 2020: ગઈ કાલનો દિવસ ભારત અને અન્ય દેશ માટે કેવો રહ્યો

સિંધુ સેમીમાં હારી ગઈ; ડિસ્ક્સ-થ્રોમાં કમલપ્રીત ફાઇનલમાં, પુનિયા આઉટ અને અન્ય સમાચાર

01 August, 2021 03:15 IST | Tokyo | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK