Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પૅરાગ્વેની ગંદી રમતનો સામનો કરનાર ફ્રાન્સની સતત ચોથી વખત ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી થઈ

પૅરાગ્વેની ગંદી રમતનો સામનો કરનાર ફ્રાન્સની સતત ચોથી વખત ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી થઈ

Published : 06 July, 2026 11:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૉરોક્કો સતત બીજી વખત ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરનાર પ્રથમ આફ્રિકન દેશ બન્યો

ફ્રાન્સના પ્લેયર્સને ધક્કો, કોણી, લાત મારતા જોવા મળ્યા હતા પૅરાગ્વેના પ્લેયર્સ, કિલિયન એમ્બાપ્પે ત્રણ અલગ વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં ત્રણ ગોલ કરનાર પહેલો ખેલાડી

ફ્રાન્સના પ્લેયર્સને ધક્કો, કોણી, લાત મારતા જોવા મળ્યા હતા પૅરાગ્વેના પ્લેયર્સ, કિલિયન એમ્બાપ્પે ત્રણ અલગ વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં ત્રણ ગોલ કરનાર પહેલો ખેલાડી


પૅરાગ્વે સામે રાઉન્ડ ઑફ 16 મૅચમાં ૧-૦થી જીત નોંધાવી ગયા વર્લ્ડ કપની રનર-અપ ટીમ ફ્રાન્સ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે. તેઓ સતત ચોથી વખત ક્વૉર્ટર ફાઇનલમાં રમશે. બીજા હાફમાં કૅપ્ટન કિલિયન એમ્બાપ્પેએ ગોલ કરીને જીત સુનિશ્ચિત કરી હતી.

કિલિયન એમ્બાપ્પેએ પોતાની ટોટલ વર્લ્ડ કપ ગોલની સંખ્યા ૧૯ પર પહોંચાડી છે. આ વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાના લીઅનલ મેસીની જેમ તેણે પણ સૌથી વધુ ૭ ગોલ કર્યા છે. ત્રણ અલગ-અલગ વર્લ્ડ કપના નૉકઆઉટ તબક્કામાં ૩ કે અેથી વધુ ગોલ કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે. નૉકઆઉટ મૅચોમાં તેણે ૨૦૧૮માં ૩, ૨૦૨૨માં પાંચ અને ૨૦૨૬માં અત્યાર સુધીમાં ૩ ગોલ કર્યા હતા.  



ફ્રાન્સ સામેની મૅચમાં પૅરાગ્વેના પ્લેયર્સ અશિસ્ત રમત રમતા જોવા મળ્યા હતા. તેઓ ખેલાડીઓને લાત, હાથ, ધક્કો મારતા જોવા મળ્યા હતા. પૅરાગ્વેના ખેલાડીઓએ ૧૩ જેટલા ફાઉલ કર્યા પણ તેમના ખેલાડીઓને એક પણ યલો કે રેડ કાર્ડ મળ્યું નહોતું. 


મૉરોક્કો સતત બીજી વખત ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરનાર પ્રથમ આફ્રિકન દેશ બન્યો


મૉરોક્કોએ પુરુષોના ફુટબૉલ વર્લ્ડ કપમાં સતત બીજી વખત ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચનારો પ્રથમ આફ્રિકન દેશ બનીને ઇતિહાસ રચ્યો છે. રાઉન્ડ ઑફ 16 મૅચમાં સહ-યજમાન કૅનેડા સામે ૩-૦થી જીતનાર મૉરોક્કો હવે ૧૦ જુલાઈએ ફ્રાન્સ સામે ટકરાશે. ગયા વર્લ્ડ કપમાં મૉરોક્કોને સેમી-ફાઇનલમાં ફ્રાન્સ સામે ૦-૨થી હાર મળી હતી.  

સાતમી વખત વર્લ્ડ કપ રમનાર મૉરોક્કો માત્ર બીજી વખત જ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે. માત્ર ત્રીજી વખત વર્લ્ડ કપ રમનાર કૅનેડા પહેલી વખત નૉકઆઉટ રાઉન્ડમાં રમી રહ્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK