ગ્લોબલ સ્ટાર્સની હાજરી વચ્ચે કોરિયન બૉય બૅન્ડ BTSએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું
શકીરા યુગાન્ડાનાં બાળકોના ગ્રુપ સાથે હાફટાઇમમાં ડાન્સ કરતી જોવા મળી હતી
ફુટબૉલ વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મૅચની શરૂઆત શાનદાર રંગારંગ કાર્યક્રમોથી થઈ હતી. ક્લોઝિંગ સેરેમની નિર્ધારિત સમય કરતાં મોડી શરૂ થતાં મૅચની શરૂઆત એટલે કે કિક-ઑફ લગભગ ૬ મિનિટ મોડી થઈ હતી.
ફુટબૉલ વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વખત ફાઇનલ મૅચના હાફટાઇમમાં પણ મ્યુઝિક-ડાન્સ પર્ફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ હાફટાઇમ શો ૧૭ મિનિટે પૂરો થવાનો બદલે ૨૭ મિનિટ ૨૪ સેકન્ડ ચાલ્યો હતો. એક ફુટબૉલ મૅચમાં બે હાફની વચ્ચે ૧૫ મિનિટનો બ્રેક હોય છે.
ADVERTISEMENT
ગ્લોબલ સ્ટાર્સની હાજરી વચ્ચે કોરિયન બૉય બૅન્ડ BTSએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ૭ સભ્યોના જૂથે પોતાના હિટ સૉન્ગ પર જબરદસ્ત પર્ફોર્મન્સ આપ્યો હતો. સિંગર અને ડાન્સર શકીરા યુગાન્ડાનાં બાળકોના ગ્રુપ સાથે હાફટાઇમમાં મહેફિલ લૂટતી જોવા મળી હતી.
બન્ને દેશનાં રાષ્ટ્રગાન પહેલાં સ્પેનનો ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝ અને સાઉથ કોરિયાની ઍક્ટ્રેસ હ્યુંગ હો-યોન વર્લ્ડ કપ ટ્રોફીને શાનદાર બૉક્સમાં લઈને મેદાન પર આવ્યાં હતાં. મૅચ બાદ કાર્લોસ અલ્કારાઝ સ્પેનના ફુટબૉલર્સ સાથે ઉજવણી કરતો પણ જોવા મળ્યો હતો.
68,10,966
સૌથી વધુ આટલા દર્શકોએ આખી ફુટબૉલ વર્લ્ડ કપ સીઝન સ્ટેડિયમમાં બેસીને જોઈ. ફાઇનલમાં ૮૦ ,૬૬૩ લોકો આવ્યા હતા.
