૧૩ નવેમ્બર સુધી ૨૦૫ દેશોના ૧૪થી ૧૭ વર્ષની વયના આશરે ૨૭૦૦ પ્લેયર્સ ૨૫ સ્પોર્ટ્સની ૧૫૩ ઇવેન્ટમાં મેડલ જીતવાની રેસમાં ઊતરશે. ભારતના ૧૭ પ્લેયર્સ ૧૩ રમતોમાં ભાગ લેશે.
આફ્રિકામાં પહેલી વખત ઑલિમ્પિક ગેમ્સ, સેનેગલમાં યુથ ઑલિમ્પિક્સ 2026નો પ્રારંભ
આફ્રિકન દેશ સેનેગલની રાજધાની ડકારમાં ચોથી યુથ ઑલિમ્પિક્સનો પ્રારંભ થયો છે. ૧૩ નવેમ્બર સુધી ૨૦૫ દેશોના ૧૪થી ૧૭ વર્ષની વયના આશરે ૨૭૦૦ પ્લેયર્સ ૨૫ સ્પોર્ટ્સની ૧૫૩ ઇવેન્ટમાં મેડલ જીતવાની રેસમાં ઊતરશે. ભારતના ૧૭ પ્લેયર્સ ૧૩ રમતોમાં ભાગ લેશે.
આફ્રિકામાં યોજાયેલી આ પ્રથમ ઑલિમ્પિક્સ છે. આ ઇન્ટરનૅશનલ રમતગમત સ્પર્ધાઓમાં આફ્રિકા ખંડની મોટી ભૂમિકા તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. ઓપનિંગ સેરેમનીમાં સેંકડો ડ્રમવાદકો અને ડાન્સર્સે સેનેગલી અને આફ્રિકન સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી ૧૬ વર્ષની કર્ણાટકની સ્વિમર ધિનિધિ દેશિંગુ અને વિરારનો ૧૭ વર્ષનો ગુજરાતી બૅડ્મિન્ટન પ્લેયર દેવ રૂપારેલિયા ફ્લૅગબેરર બન્યાં હતાં.
