Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > જપાનના નાગોયામાં એશિયન ગેમ્સનો રંગારંગ પ્રારંભ

જપાનના નાગોયામાં એશિયન ગેમ્સનો રંગારંગ પ્રારંભ

Published : 20 September, 2026 09:51 AM | Modified : 20 September, 2026 10:00 AM | IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં ચમક્યો તિરંગો

ગઈ કાલે એ‌શિયન ગેમ્સની ઓપ‌નિંગ સેરેમનીનો ભવ્ય નજારો.

ગઈ કાલે એ‌શિયન ગેમ્સની ઓપ‌નિંગ સેરેમનીનો ભવ્ય નજારો.


વીસમી એશિયન ગેમ્સનો ઝગમગતી રોશની, કર્ણપ્રિય સંગીત અને સ્ટેડિયમમાં ગૂંજતી તાળીઓના ગડગડાટ વચ્ચે જપાનના નાગોયામાં ભવ્ય પ્રારંભ થયો છે. મિઝુહો પાર્ક ઍથ્લેટિક સ્ટેડિયમમાં જપાનના સમ્રાટ નારુહિતોએ આ ખંડીય રમતોત્સવના દબદબાભેર પ્રારંભની સત્તાવાર જાહેરાત કરી હતી.
એશિયાના સૌથી મોટા ગણાતા ખેલકૂદ મહોત્સવના ભવ્ય ઉદ્ઘાટન સમારંભમાં ભારતીય દળની આગેવાની ઑલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકર અને કબડ્ડીસ્ટાર પવન સેહરાવતે કરી હતી. હાથમાં તિરંગો લહેરાવીને જ્યારે બન્ને ખેલાડીઓ સ્ટેડિયમમાં પ્રવેશ્યા ત્યારે આખો માહોલ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો.
ઓપનિંગ સેરેમનીમાં ભારતીય દળની આગેવાનીને લઈને છેલ્લી ક્ષણે એક અણધાર્યો વળાંક આવ્યો હતો. નિયમ મુજબ શૉટપુટર તજિન્દરપાલ સિંહ તૂર ભારતીય દળનો પુરુષ ફ્લૅગબેરર બનવાનો હતો, પરંતુ ટેક્નિકલ કારણોસર તે સમારોહમાં ભાગ લઈ શક્યો નહીં એટલે કબડ્ડી ટીમના ગોલ્ડ મેડલિસ્ટ પવન સેહરાવતને છેલ્લી ઘડીએ આ સન્માન મળી ગયું. એક તરફ ઑલિમ્પિક્સમાં દેશનું નામ રોશન કરનારી શૂટર મનુ ભાકર હતી તો બીજી તરફ ભારતની રાષ્ટ્રીય રમત કબડ્ડીનો સુપરસ્ટાર પવન સેહરાવત હતો. બન્નેએ ખભેખભા મિલાવીને ભારતીય ખેલાડીઓનું નેતૃત્વ કર્યું હતું.

હાંગ્ઝૂનો ઐતિહાસિક ૧૦૭ મેડલનો રેકૉર્ડ તોડવા પર નજર




શૂટર મનુ ભાકર અને કબડ્ડી પ્લેયર પવન સેહરાવત બન્યાં હતાં  ભારતીય દળનાં ફ્લૅગબેરર્સ.

૨૦૨૩ની હાંગ્ઝૂ એશિયન ગેમ્સમાં ભારતે ૨૮ ગોલ્ડ સહિત કુલ ૧૦૭ મેડલ જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો. હવે નાગોયામાં આગામી બે અઠવાડિયાં સુધી ભારતની નવી પેઢી અને સિનિયર ચૅમ્પિયન્સ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે મેદાનમાં ઊતરશે.
જપાનની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાગત કળા અને આધુનિક ટેક્નૉલૉજીના સંગમ સાથે આયોજિત થયેલી આ ઓપનિંગ સેરેમનીએ વિશ્વભરના દર્શકોનાં દિલ જીતી લીધાં છે. સ્ટેડિયમની રંગબેરંગી લાઇટ્સ અને ઉત્સાહ વચ્ચે હવે ખેલાડીઓ માટે ખરી અગ્નિપરીક્ષા શરૂ થઈ ચૂકી છે, જ્યાં ભારત પોતાની મેડલ-ટૅલીને વધુ ઊંચાઈએ લઈ જવા માટે સજ્જ છે.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2026 10:00 AM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK