Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > લવલીના, પ્રિયા અને કપિલે બૉક્સિંગમાં વધુ ત્રણ મેડલ કન્ફર્મ કર્યા

લવલીના, પ્રિયા અને કપિલે બૉક્સિંગમાં વધુ ત્રણ મેડલ કન્ફર્મ કર્યા

Published : 29 September, 2026 10:17 AM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એશિયન ગેમ્સ ૨૦૨૬માં લવલીના બોર્ગોહેન, પ્રિયા ઘંઘાસ અને કપિલ પોખરિયાએ સેમી-ફાઇનલમાં પહોંચી મેડલ પાકો કર્યો છે. ત્રણેય બૉક્સરોએ ક્વૉર્ટર ફાઇનલમાં ૫-૦થી જીત મેળવી હતી. તેઓ ૩૦ સપ્ટેમ્બરે સેમી-ફાઇનલ રમશે.

લવલીના બોર્ગોહેને, પ્રિયા ઘંઘાસ અને કપિલ પોખરિયા

લવલીના બોર્ગોહેને, પ્રિયા ઘંઘાસ અને કપિલ પોખરિયા


અનુભવી ભારતીય બૉક્સર લવલીના બોર્ગોહેને સેમી-ફાઇનલમાં પહોંચીને એશિયન ગેમ્સની સતત બીજી સીઝનમાં પોડિયમ ફિનિશ હાંસલ કર્યું છે. પ્રિયા ઘંઘાસ અને કપિલ પોખરિયાએ 
સેમી-ફાઇનલના તબક્કામાં પહોંચીને પહેલો એશિયન ગેમ્સ મેડલ સુનિશ્ચિત કર્યો છે.
ક્વૉર્ટર ફાઇનલમાં લવલીનોએ મહિલાઓની મિડલવેઇટ ૭૫ કિલો કૅટેગરીમાં સાઉથ કોરિયાની હરીફ સામે, પ્રિયાએ ૬૦ કિલો કૅટેગરીમાં તજાકિસ્તાનની હરીફ અને કપિલ પોખરિયાએ પુરુષોની ૯૦ કિલો કૅટેગરીમાં સાઉથ કોરિયાના હરીફને ૫-૦થી હરાવ્યા હતા.
ત્રણેયે ઓછામાં ઓછો એક બ્રૉન્ઝ મેડલ કન્ફર્મ કર્યો છે. આવતી કાલે ૩૦ સપ્ટેમ્બરે તેઓ સેમી-ફાઇનલ રમવા ઊતરશે. પરવીન હૂડા (૬૫ કિલો), અંકુશ પંઘાલ (૮૦ કિલો) અને નરેન્દ્ર બેરવાલ (૯૦+ કિલો) આજે સેમી-ફાઇનલના જંગમાં ઊતરશે. 


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2026 10:17 AM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK