Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારતની વિમેન્સ બૅડ્‍‌મિન્ટન ટીમ સતત ચોથી વખત એશિયન ગેમ્સની ક્વૉર્ટર ફાઇનલમાં

ભારતની વિમેન્સ બૅડ્‍‌મિન્ટન ટીમ સતત ચોથી વખત એશિયન ગેમ્સની ક્વૉર્ટર ફાઇનલમાં

Published : 21 September, 2026 02:03 PM | IST | Nagoya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય મહિલા બૅડમિન્ટન ટીમે કઝાખસ્તાનને ૩-૦થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત સતત ચોથી વખત આ તબક્કે પહોંચ્યું છે. પી.વી. સિંધુ, ઉન્નતિ હૂડા અને તન્વી શર્માએ જીત મેળવી.

પી.વી. સિંધુ

પી.વી. સિંધુ


ગઈ કાલે એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા બૅડ્‍‌મિન્ટન ટીમે કઝાખસ્તાનને 3-0થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ જીત સાથે ભારત સતત ચોથી વખત એશિયન ગેમ્સની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે. આ અગાઉ ટીમ ૨૦૧૪, ૨૦૧૮ અને ૨૦૨૨માં આ તબક્કે પહોંચી હતી.
આ ટીમ ઇવેન્ટના પ્રી-ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડમાં કઝાખસ્તાનના હરીફો સામે પી.વી. સિંધુએ ૨૧-૭ , ૨૧-૯થી, બર્થ-ડે ગર્લ ઉન્નતિ હૂડાએ ૨૧-૭, ૨૧-૧૦થી અને તન્વી શર્માએ ૨૧-૫, ૨૧-૧૦થી જીત નોંધાવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 02:03 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK