Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > આનંદ મહિન્દ્રા નહીં આપે પીવી સિંધુને નવી થાર ભેટમાં, યૂઝર્સને આપ્યો આ જવાબ

આનંદ મહિન્દ્રા નહીં આપે પીવી સિંધુને નવી થાર ભેટમાં, યૂઝર્સને આપ્યો આ જવાબ

04 August, 2021 12:25 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પીવી સિંધુ પાસે થારનો જૂનો મૉડલ છે, તેમના રિયો, બ્રાઝીલમાં 2016 ઑલિમ્પિકમાં કાંસ્ય પદક જીતવાના અવસરે આનંદ મહિન્દ્રાએ જાહેરાત કરી હતી કે તેમના થાર ભેટમાં મળશે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


પીવી સિંધુએ જાપાનના ટોક્યોમાં ચાલતા 2020 ઑલિમ્પિકમાં કાંસ્ય પદક જીતીને ઇતિહાસ રચ્યો છે. તો ઑલિમ્પિકમાં બે પદક જીતનારી એકમાત્ર પહેલી ભારતીય મહિલા બની. આખા દેશે તેને વધામણી આપી છે, આ અવસરે આનંદ મહિન્દ્રાએ પણ તેને વધામણી આપી છે. જેના પછી પ્રશંસકોએ આનંદ મહિન્દ્રાને પીવી સિંધુને એક થાર ભેટમાં આવતાની વાત કરવાનું શરૂ કરી દીધું. જણાવવાનું કે, અનેક વાર લોકોથી ખુશ થઈને મહિન્દ્રા થાર ભેટ તરીકે આપી ચૂક્યા છે.

આનંદ મહિન્દ્રાએ જણાવ્યું થાર ન આપવાનું કારણ
જો કે, અહીં ખાસ વાત એ છે કે યૂઝર્સ દ્વારા થાર બેટમાં આપવાની વાત પર આનંદ મહિન્દ્રાએ મહિન્દ્રા થાર પર સવાર પીવી સિંધુની એક તસવીર શૅર કરી અને ચાહકોને જવાબ આપતા કહ્યું કે, "તેમના ગેરેજમાં પહેલાથી એક છે." જણાવવાનું કે, પીવી સિંધુ પાસે થારનો જૂનો મૉડલ છે, તેમના રિયો, બ્રાઝીલમાં 2016 ઑલિમ્પિકમાં કાંસ્ય પદક જીતવાના અવસરે આનંદ મહિન્દ્રાએ જાહેરાત કરી હતી કે તેમના થાર ભેટમાં મળશે.




ભારત-ઑસ્ટ્રેલિયા સીરીઝમાં 6 ખેલાડીઓને મળી નવી થાર
આ પહેલી વાર નથી, જ્યારે આનંદ મહિન્દ્રાએ આ રીતે થાર ભેટમાં આપી હોય. તે અનેક યુવાનોને તેમની ઉપલબ્ધિ માટે કાર ભેટમાં આપી ચૂક્યા છે. તાજેતરમાં જ ભારત-ઑસ્ટ્રેલિયા સીરિઝમાં જીત બાદ, આનંદ મહિન્દ્રાએ સીરીઝમાં રમતા અમુકક ખેલાડીઓને ભેટમાં નવી થારની જાહેરાત કરી હતી.


15 ઑગસ્ટના લૉન્ચ થશે નવી એસયૂવી
હાલ મહિન્દ્રા પોતાની અપકમિંગ એસયૂવી XUV700 લૉન્ચ કરવાનું કામ કરી રહી છે, Mahindra XUV700 ભારતીય માર્કેટમાં લગભગ 15 ઑગસ્ટના રજૂ કરવામાં આવશે અને આગામી અઠવાડિયામાં આને ભારતીય માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે, માર્કેટમાં નવી થારની માગ વધારે છે, અને શહેર પ્રમાણે પસંદ કરેલા વરર્ઝનના આધારે અમુક મહિનાઓઓ કે એક વર્ષથી પણ વધારે સમય સુધી રાહ જોવી પડી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2021 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK